Home / India : SP expels 3 rebel MLAs from the party

અખિલેશ યાદવની મોટી કાર્યવાહી, 3 ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

અખિલેશ યાદવની મોટી કાર્યવાહી, 3 ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

સમાજવાદી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ત્રણ બાગી ધારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.  આ ધારાસભ્યોમાં ગોસાઈગંજથી અભય સિંહ, ગૌરીગંજથી રાકેશ પ્રતાપ સિંહ અને ઊંચહારથી મનોજ કુમાર પાંડેનો સમાવેશ થાય છે. પાર્ટીએ આ ધારાસભ્યો પર સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપવાનો તેમજ ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, યુવા વિરોધી, પાર્ટી વિરોધી અને વ્યવસાય વિરોધી નીતિઓને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાહેર હિતમાં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા X હેન્ડલ પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, સમાજવાદી સૌહાર્દપૂર્ણ સકારાત્મક વિચારધારાની રાજનીતિથી વિપરિત સાંપ્રદાયિક વિભાજનકારી નકારાત્મકતા અને ખેડૂત, મહિલા, યુવા, વ્યવસાયી, નોકરિયાત વિરોધી અને પાર્ટી વિરોધિ વિચારધારાને ટેકો આપવાને કારણે સમાજવાદી પાર્ટી આ ધારાસભ્યોને જાહેર હિતમાં પાર્ટીમાંથી હાંકી કાઢે છે.

પાર્ટીએ વધુમાં કહ્યું કે હૃદય પરિવર્તન માટે આ લોકોને આપવામાં આવેલી 'ગ્રેસ પીરિયડ'ની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, બાકીની સમયમર્યાદા સારા વર્તનને કારણે બાકી છે. ભવિષ્યમાં પણ પક્ષમાં ' જનવિરોધી' વિચારધારાવાળા લોકો માટે કોઈ સ્થાન રહેશે નહીં અને પક્ષની મૂળભૂત વિચારધારા વિરુદ્ધની પ્રવૃત્તિઓ હંમેશા અક્ષમ્ય ગણવામાં આવશે.

સુધરવાનો ચાન્સ આપ્યો હતો

સમાજવાદી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે તેની મૂળ વિચારધારા અને સિદ્ધાંતો વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિને સહન કરશે નહીં. પાર્ટીએ એમ પણ કહ્યું છે કે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ સભ્ય સામે કડક કાર્યવાહી કરશે. હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યોને સુધારાની તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા.

પાર્ટી તેની વિચારધારા અને સિદ્ધાંતો સાથે સમાધાન કરશે નહીં

સમાજવાદી પાર્ટીના મતે પાર્ટી તેની વિચારધારા અને સિદ્ધાંતો સાથે સમાધાન કરશે નહીં. પાર્ટીના મૂળ મૂલ્યોની વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિને અસ્વીકાર્ય ગણવામાં આવશે. સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે, આ ધારાસભ્યોને હાંકી કાઢવાનો પાર્ટીનો નિર્ણય પાર્ટીની વિચારધારા અને સિદ્ધાંતોને જાળવી રાખવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પાર્ટીનું લક્ષ્ય તેના સમર્થકો અને સામાન્ય લોકોમાં તેની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા જાળવવાનું છે.

Related News

Icon