
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે મહિલા ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડે 16 ખેલાડીઓને 3 કેટેગરીમાં સામેલ કરી છે. ગ્રેડ Aમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર સહિત 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગ્રેડ Bમાં શેફાલી વર્મા સહિત 4 ખેલાડીઓ છે અને ગ્રેડ Cમાં 9 ખેલાડીઓ છે. BCCI ટૂંક સમયમાં પુરૂષની નેશનલ ટીમ માટે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરશે.
મહિલાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 16 ખેલાડીઓનો સમાવેશ
- ગ્રેડ A: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા
- ગ્રેડ B: રેણુકા સિંહ, જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, શેફાલી વર્મા
- ગ્રેડ C: યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, સ્નેહા રાણા, પૂજા વસ્ત્રાકર.
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કેટલા પૈસા મળશે?
ગ્રેડ Aમાં સમાવિષ્ટ સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માને વાર્ષિક 50 લાખ રૂપિયા મળશે. ગ્રેડ Bમાં સમાવિષ્ટ 4 ખેલાડીઓને વાર્ષિક 30 લાખ રૂપિયા મળશે. ગ્રેડ Cમાં સમાવિષ્ટ 9 મહિલા ખેલાડીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા મળશે.
https://twitter.com/BCCIWomen/status/1904068496167997878
વર્ષ 2022માં, BCCI એ જાહેરાત કરી હતી કે પુરૂષ અને મહિલા ક્રિકેટરને સમાન મેચ ફી આપવામાં આવશે. જોકે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તફાવત જોવા મળ્યો છે. પુરૂષ ક્રિકેટરને 4 કેટેગરીમાં અને મહિલા ક્રિકેટરને 3 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. પુરૂષની C કેટેગરીના ખેલાડીઓને મહિલાની A કેટેગરીના ખેલાડીઓ કરતાં વધુ પૈસા મળે છે.
ભારતીય પુરૂષ ક્રિકેટરના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો, ગ્રેડ A ખેલાડીઓને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. ગ્રેડ Bના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને ગ્રેડ Cના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે. પુરૂષોના ક્રિકેટમાં સૌથી મોટો ગ્રેડ A+ છે, તેમાં સમાવિષ્ટ ખેલાડીઓને દર વર્ષે 7-7 કરોડ રૂપિયા મળે છે.