Home / Sports : BCCI announced the central contract of Team India

BCCI એ કરી Team Indiaના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, આ બે ખેલાડીઓની થઈ વાપસી

BCCI એ કરી Team Indiaના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, આ બે ખેલાડીઓની થઈ વાપસી

BCCI એ ભારતીય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી થઈ છે. ઘણા ખેલાડીઓને પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. ભારતીય પુરૂષ ક્રિકેટરોનો આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

34 ખેલાડીઓ અને 4 ગ્રેડ

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ખેલાડીને BCCI દ્વારા તેના ગ્રેડ અનુસાર વાર્ષિક રકમ આપવામાં આવશે. A+ ગ્રેડ ધરાવતા ખેલાડીઓને મહત્તમ 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે A ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળે છે, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળે છે અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.

કયા ખેલાડીઓને A+ અને A ગ્રેડમાં સ્થાન મળ્યું?

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં 4 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને આ ગ્રેડમાં સ્થાન આપ્યું છે. જ્યારે6 ખેલાડીઓને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રિષભ પંતનો સમાવેશ થાય છે.

શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની થઈ વાપસી

નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. શ્રેયસ અય્યરને ગ્રેડ Bમાં સ્થાન મળ્યું છે. શ્રેયસ ઉપરાંત, આ ગ્રેડમાં અન્ય ચાર ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.

ઈશાન કિશનને ગ્રેડ Cમાં સ્થાન મળ્યું છે. ઈશાન સિવાય આ ગ્રેડમાં 18 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ખેલાડીઓમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.


Icon