Home / Sports : BCCI to keep Rohit and Virat in A plus grade of central contract

રોહિતા શર્મા અને વિરાટ કોહલીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં જ રાખશે BCCI, આ ખેલાડીની પણ થશે વાપસી

રોહિતા શર્મા અને વિરાટ કોહલીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં જ રાખશે BCCI, આ ખેલાડીની પણ થશે વાપસી

ભારતીય ટીમને પોતાની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર રોહિત શર્મા BCCIની 2024-25 કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. રિપોર્ટ અનુસાર BCCI સૂત્રોના હવાલાથી જણાવાઈ રહ્યું છે કે વિરાટ કોહલી પણ A+ ગ્રેડમાં જ રહેશે. જ્યારે શ્રેયસ અય્યર લિસ્ટમાં પાછો આવશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ T20Iમાંથી સંન્યાસ લઈ લીધો હતો. વિરાટ કોહલીએ પણ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ બાદ T20Iમાંથી સંન્યાસ લીધો હતો. BCCI સૂત્રો અનુસાર T20Iથી રિટાયરમેન્ટ લીધા બાદ પણ આ બંને ખેલાડીઓને A+ ગ્રેડમાં રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બોર્ડ માને છે કે આ દિગ્ગજ ક્રિકેટર્સે ટીમની સફળતામાં મહત્ત્વપૂર્ણ રોલ નિભાવ્યો છે અને તેમને તે સન્માન મળવું જોઈએ, જેના તે હકદાર છે.

ફેબ્રુઆરી 2024માં BCCIએ વિરાટ, રોહિતની સાથે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A+ માં સામેલ કરવામાં આવ્યા હતા. ગ્રેડ Aમાં કુલ 6 પ્લેયર્સ સામેલ કરવામાં આવ્યા હતા. જોકે આમાં શ્રેયસ અય્યરનું નામ નહતું.

શ્રેયસ અય્યરની થશે વાપસી

શ્રેયસ અય્યરને ગયા વર્ષે અમુક ડોમેસ્ટિક મેચ ન રમવાના કારણે BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટથી બહાર કરી દેવાયો હતો. અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, તેણે 5 ઈનિંગમાં 243 રન બનાવ્યા હતા. તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર ઈશાન કિશનને આ વખતે પણ લિસ્ટથી બહાર રાખી શકાય છે. તેને પણ ગયા વર્ષે અય્યરની સાથે બહાર કરવામાં આવ્યો હતો. ઈશાને 2023 બાદથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી.

ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ પ્લેયર્સ (2023-24)

ગ્રેડ A+

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A

રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ B

સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ C

રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.

Related News

Icon