Home / Sports : Carlos Alcaraz wins French Open 2025 defeating Jannik Sinner

Carlos Alcaraz એ રચ્યો ઈતિહાસ, બન્યો French Open 2025નો બાદશાહ; વર્લ્ડ નંબર-1ને હરાવ્યો

Carlos Alcaraz એ રચ્યો ઈતિહાસ, બન્યો French Open 2025નો બાદશાહ; વર્લ્ડ નંબર-1ને હરાવ્યો

સ્પેનના કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) એ યાનિક સિનરને હરાવીને ફ્રેન્ચ ઓપન 2025 (French Open 2025) નો ખિતાબ જીત્યો. બંને વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો, જેમાં અલ્કારાઝ (Carlos Alcaraz) વિજેતા બન્યો. તેણે ગયા વર્ષે પણ આ ખિતાબ જીત્યો હતો. આ તેનું અત્યાર સુધીનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેણે અત્યાર સુધીમાં બે ફ્રેન્ચ ઓપન, બે વિમ્બલ્ડન અને એક યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફ્રેન્ચ ઓપનની સૌથી લાંબી ફાઈનલ

યાનિક સિનર અને કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) વચ્ચે ફ્રેન્ચ ઓપન 2025નો ફાઈનલ મુકાબલો 5 કલાક અને 29 મિનિટ સુધી ચાલ્યો. ફ્રેન્ચ ઓપનના ઈતિહાસમાં આ સૌથી લાંબી ફાઈનલ હતી. કોઈપણ ખેલાડી અંત સુધી હાર માનવા તૈયાર નહતો. એટલા માટે ત્રણ સેટનો નિર્ણય ટાઈ બ્રેકર દ્વારા લેવામાં આવ્યો. તેણે સિનરને 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2) થી હરાવ્યો હતો. સિનરે પહેલીવાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં જગ્યા બનાવી હતી અને હવે આ હાર સાથે, તેનું ટાઈટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.

યાનિક સિનરે પહેલા બે સેટ જીત્યા

વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી યાનિક સિનરે પહેલા બે સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) પાસે તેનો કોઈ જવાબ નહતો. સિનરે પહેલો સેટ ખૂબ જ સરળતાથી 6-4થી જીતી લીધો હતો. પરંતુ બીજા સેટમાં, અલ્કારાઝ (Carlos Alcaraz) એ વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને સેટ ટાઈ બ્રેકરમાં ગયો, જ્યાં સિનરે 7-4થી જીત મેળવી. આ પછી, મેચ બચાવવા માટે, અલ્કારાઝને કોઈપણ કિંમતે ત્રીજો સેટ જીતવાનો હતો અને અહીં તેણે પોતાનો બધો અનુભવ લગાવી ત્રીજો સેટ 6-4થી જીત્યો. આ રીતે, તે મેચમાં રહ્યો.

અલ્કારાઝે જોરદાર વાપસી કરી

ચોથા અને પાંચમા સેટમાં બંને વચ્ચે શાનદાર મેચ થઈ, જેમાં સિનરે પહેલાથી જ લીડ મેળવી લીધી હતી. આ પછી, તે આગળ પણ વધી રહ્યો હતો. ચોથા સેટમાં અલ્કારાઝ (Carlos Alcaraz) હારની અણી પર હતો પણ તેણે ત્રણ મેચ પોઈન્ટ બચાવ્યા અને મેચને નિર્ણાયક સેટમાં ખેંચી લીધી. અલ્કારાઝે આ સેટ ટાઈબ્રે કરમાં 7-6થી જીત્યો. આ રીતે, મેચ બરાબર થઈ ગઈ, જે કોઈ છેલ્લો સેટ જીતે તે ફ્રેન્ચ ઓપન 2025નો ખિતાબ જીતશે.

5મા સેટમાં મેચનું પરિણામ

5મા સેટનું પરિણામ સુપર ટાઈ બ્રેકરમાં આવ્યું. આમાં, જે ખેલાડી પહેલા 10 પોઈન્ટ મેળવે છે તે જીતે છે. અલ્કારાઝ  (Carlos Alcaraz) એ તેને 10-2થી જીત્યો. આ રીતે, અલ્કારાઝે મેચની સાથે જ ટાઈટલ પણ જીતી લીધું. આ વર્ષે ક્લે કોર્ટ પર 22 વર્ષીય અલ્કારાઝનો જીત-હારનો રેકોર્ડ 22-1 થઈ ગયો છે. તેણે કુલ આઠમી જીત નોંધાવી, જેમાં 23 વર્ષીય સિનર સામે તેની સતત પાંચમી જીતનો સમાવેશ થાય છે.

Related News

Icon