Home / Sports : Champions Trophy controversy erupts over PCB officials absence

ચેમ્પિયન્સ ટ્રોફીની એવોર્ડ સેરેમનીમાં મોટો વિવાદ, યજમાન હોવા છતાં મંચ પર હાજર નહતા PCBના અધિકારી

ચેમ્પિયન્સ ટ્રોફીની એવોર્ડ સેરેમનીમાં મોટો વિવાદ, યજમાન હોવા છતાં મંચ પર હાજર નહતા PCBના અધિકારી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમાપન સમારોહ અંગે એક મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના કોઈપણ અધિકારીને સમાપન સમારોહ દરમિયાન મંચ પર આમંત્રિત નહોતા કરવામાં આવ્યા. સૂત્રો મુજબ PCBના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુમૈર અહેમદ જે આ ટૂર્નામેન્ટના નિર્દેશક પણ હતા તેઓ સમાપન સમારોહ વખતે ત્યાં હાજર હતા પરંતુ તેમને મંચ પર આમંત્રિત નહોતા કરાયા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખરેખર વિવાદ શું છે? 

મામલો કંઈક એમ છે કે PCBના અધ્યક્ષ મોહસીન નકવી પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી પણ છે અને તે વ્યસ્ત હોવાને કારણે દુબઈ નહોતા આવી શક્યા. એટલા માટે PCBએ સીઈઓને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હતા. જોકે એવોર્ડ સેરેમની દરમિયાન મંચ પર ફક્ત ICC ચેરમેન જય શાહ, BCCI પ્રેસિડેન્ટ રોજર બિન્ની અને સેક્રેટરી દેવાજીત સૈકિયા જ હાજર હતા. જેમણે ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને જેકેટ આપ્યા. મંચ પર અન્ય ગણમાન્ય વ્યક્તિઓમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિંચ પણ હાજર હતો, પરંતુ PCBના અધિકારીઓને મંચ પર નહોતા બોલાવાયા. 

PCB વિરોધ નોંધાવશે 

માહિતી અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે ICC સામે વિરોધ કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે સૂત્રો દાવો કરી રહ્યા છે કે કોઈ કારણવશ કે પછી ગેરસમજને કારણે PCBના અધિકારીને પોડિયમ પર ન બોલાવાયા. કદાચ સીઈઓ સમાપન સમારોહના આયોજક ICCના અધિકારીઓ સાથે યોગ્ય રીતે કમ્યુનિકેટ નહીં કરી શક્યા હોય અને એટલા માટે તેમને એવોર્ડ સેરેમનીમાં સ્થાન ન મળ્યું. 

શોએબ અખ્તરે ઊઠાવ્યાં સવાલો 

બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ સ્ટાર બોલર શોએબ અખ્તરે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી કહ્યું કે, "ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી પણ સમાપન સમારોહમાં PCBનો કોઈ અધિકારી ન દેખાયા. પાકિસ્તાન મેજબાન હતું તેમ છતાં કોઈ પ્રતિનિધિને સ્થાન નહીં. મામલો મારી સમજથી બહાર છે અને આ મામલે વિચારવાની જરૂર છે. આ જોઈને ખરાબ લાગ્યું."


Icon