
પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આતંકવાદીના હીટ લિસ્ટમાં છે. 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચમાં આતંકવાદી હુમલાનો ભય છે. 25 ફેબ્રુઆરીએ લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર તાલિબાન (અફઘાનિસ્તાન) ટીમ વિરુદ્ધ મહિલાઓની આઝાદીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ ફક્ત એક બહાનું છે અને ટાર્ગેટ અફઘાનિસ્તાન-ઇંગ્લેન્ડ ક્રિકેટ મેચ છે.
સોશિયલ મિડિયા પર એવી વાતો વાયરલ થઈ રહી છે કે, 'અમે 26 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે મેચ પહેલા 25 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચનો વિરોધ કરીશું.' અફઘાનિસ્તાનમાં તાલિબાનના ક્રૂર અને મહિલાઓ પર વધતા જતા જુલમનો વિરોધ કરીએ છીએ. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સાંજે ૪ વાગ્યે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર કાઉન્ટડાઉન શરૂ થશે.' અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વિરુદ્ધ આવા ઘણા સંદેશા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં, અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને સ્પષ્ટપણે તાલિબાન ક્રિકેટ ટીમ તરીકે બતાવવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે, ICCના નિયમો મુજબ, સભ્ય દેશોએ મહિલા ક્રિકેટને સમર્થન-પ્રોત્સાહન આપવું જોઈએ. જ્યારે એનાથી ઉલટું તાલિબાન અફઘાન મહિલાઓને શિક્ષિત કરવાની, જાહેરમાં બોલવાની, અથવા તો તેમના પોતાના ઘરમાં વાંચતા કે ગાતા સાંભળવાની, અથવા બારીઓમાંથી જોવાની મંજૂરી આપતું નથી. અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ ટીમને વિખેરી નાખવામાં આવી છે. એટલું જ નહીં, દરરોજ કાઉન્ટડાઉન સાથે ધમકીભર્યા સંદેશાઓ પણ જારી કરવામાં આવી રહ્યા છે.
ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન સામેની મેચ રમવા માટે માત્ર 18 દિવસ બાકી છે. મહિલાઓએ વારંવાર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને અપીલ કરી છે કે અફઘાન મહિલાઓ પર થયેલા ક્રૂર અત્યાચારના વિરોધમાં ઈંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો બહિષ્કાર કરવો જોઈએ.
આતંકવાદી ખતરો કેમ છે?
બીજી તરફ અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી છે કે, મહિલાઓના પ્રદર્શનના બહાને આતંકી સંગઠનો તેમની ક્રિકેટ ટીમ પર હુમલો કરી શકે છે. તાલિબાનની ગુપ્તચર એજન્સી માને છે કે લંડનમાં પ્રદર્શન એક બહાનું છે. હકીકતમાં, પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ગયેલી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ટાર્ગેટ છે. પાકિસ્તાનમાં યોજાનારી આ મેચોની સુરક્ષા વધુ કડક બનાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.