દુલીપ ટ્રોફી માટે ચાર ટીમની જાહેરાત કરવામાં આવી છે. દુલીપ ટ્રોફીમાં શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રુતૂરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. દુલીપ ટ્રોફીનો પ્રારંભ 5 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની તમામ મેચ આંધ્ર પ્રદેશના અનંતપુર અને બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

