પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતનાર ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા માટે 90 મીટરનું અંતર પાર કરવું હજુ પણ મોટો પડકાર છે. લગભગ બે વર્ષ પહેલા સ્ટોકહોમ ડાયમંડ લીગમાં નીરજે 89.94 મીટરનો થ્રો કર્યો હતો જે તેની કારકિર્દીનો સૌથી લાંબો થ્રો હતો. પરંતુ 90 મીટરનું જાદુઈ અંતર હજુ પણ તેનાથી માત્ર 0.06 મીટર દૂર છે. અનેક પ્રયાસો છતાં આ અંતર પાર ન કરી શકયા બાદ નીરજે હવે આ પડકાર ભગવાન પર છોડવાનો નિર્ણય કર્યો છે.

