ભારતીય ટીમના ખેલાડીઓ આગામી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. જેમાં દુલીપ ટ્રોફી અને બુચી બાબુ જેવી ટુર્નામેન્ટ સામેલ છે. આ બંને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ખેલાડીઓ આગામી ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. તેને લઈને ભારતીય ટીમના શાનદાર બેટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા અંગે આ ખેલાડીનું કહેવું છે કે તેને કોઈ આશા નથી.

