Home / Sports / Hindi : BCCI fines RCB and SRH captains for this

IPL 2025 / BCCI એ RCB અને SRHના કેપ્ટનોને ફટકાર્યો દંડ, બેંગલુરુના ખેલાડીઓને પણ મળી સજા

IPL 2025 / BCCI એ RCB અને SRHના કેપ્ટનોને ફટકાર્યો દંડ, બેંગલુરુના ખેલાડીઓને પણ મળી સજા

IPL 2025માં, ગઈકાલે (23 મે) સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ રમાઈ હતી. એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ SRH એ 42 રનથી જીતી હતી. જોકે, આ જીતની ટીમ પર કોઈ અસર નહીં પડે કારણ કે SRH પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. બીજી તરફ, હાર બાદ RCBને પોઈન્ટ ટેબલમાં ચોક્કસપણે નુકસાન થયું છે. મેચ બાદ, BCCI એ RCBના કેપ્ટન રજત પાટીદાર અને SRHના કેપ્ટન પેટ કમિન્સને દંડ ફટકાર્યો છે. ગઈકાલની મેચમાં RCBનો કેપ્ટન જિતેશ શર્મા હતો, ટીમનો નિયમિત કેપ્ટન રજત બીજી ઈનિંગમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા આવ્યો હતો. આવી સ્થિતિમાં જિતેશની ભૂલની સજા રજતને મળી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બંને કેપ્ટનો સામે BCCIની કાર્યવાહી

આ મેચમાં બંને ટીમો નિર્ધારિત સમયમાં ઓવરો પૂર્ણ ન કરી શકી. આવી સ્થિતિમાં, BCCI એ રજત પાટીદાર અને પેટ કમિન્સ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકાર્યો છે. એક તરફ, RCB આ સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટના ઉલ્લંઘન માટે દોષિત ઠર્યું હતું, જેના કારણે કેપ્ટન રજત પાટીદારને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે ટીમના બાકીના ખેલાડીઓને 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી તરફ, આ સિઝનમાં SRHનો આ પહેલોગુનો છે, જેના કારણે કેપ્ટન પેટ કમિન્સને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. BCCI એ IPL આચારસંહિતા 2.22 હેઠળ બંને કેપ્ટનો સામે એક્શન લીધી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ જીતી ગયું

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા SRH એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. SRH તરફથી બેટિંગ કરતી વખતે, ઈશાન કિશને 48 બોલમાં 94 રનની અણનમ ઈનિંગ રમી. આ ઉપરાંત અભિષેક શર્માએ 34 રન બનાવ્યા હતા. RCB તરફથી બોલિંગ કરતી વખતે, રોમારિયો શેફર્ડે 2 વિકેટ લીધી હતી.

આ પછી, RCBની ટીમ 19.5 ઓવરમાં ફક્ત 189 રન જ બનાવી શકી. RCB તરફથી બેટિંગ કરતી વખતે ફિલ સોલ્ટે 32 બોલમાં સૌથી વધુ 62 રન બનાવ્યા. આ ઉપરાંત વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. SRH તરફથી બોલિંગ કરતી વખતે, કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

Related News

Icon