
IPL 2025: ચેન્નાઇ સુપરકિંગ્સ માટે આ સિઝન નિરાશાજનક રહી છે. ચેન્નાઇ સુપરકિંગ્સ આ IPL સિઝનમાં 10 મેચ હારીને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.5 વખત ખિતાબ પોતાના નામે કરી ચુકેલી આ ટીમ પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ટિકાનો શિકાર બની છે. ફેન્સ ટીમના પ્રદર્શનથી નારાજ છે. અશ્વિન, જે આ સિઝનમાં ટીમનો ભાગ હતો તેને પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
એક ફેન્સે રવિચંદ્રન અશ્વિનને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને એવો જવાબ આપ્યો જે હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. અશ્વિન પોતાની યૂ ટ્યુબ ચેનલ પર બે પેનલિસ્ટ સાથે લાઇવ IPL પર ચર્ચા કરતો હતો ત્યારે એક યૂઝરે તેને ટ્રોલ કરતા ચેન્નાઇ સુપર કિગ્સ ટીમ છોડવા કહ્યું અને કોમેન્ટ કરી, 'હાય, પ્રિય અશ્વિન, ઘણો પ્રેમ, કૃપયા મારી CSK ફેમિલીને છોડી દો.'અશ્વિને આ કોમેન્ટનો એવો જવાબ આપ્યો કે તે યૂઝર્સ ક્યારેય ભૂલી નહીં શકે.
અશ્વિને શું કહ્યું?
રવિચંદ્રન અશ્વિને કહ્યું કે દરેક ખેલાડી પોતાની કરિયરમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. એવામાં ફેન્સે પણ થોડો સંયમ અને સમજદારી બતાવવી જોઇએ, તેમને યાદ અપાવ્યું કે તે ખુદ પણ આ ટીમ માટે ઘણી ટ્રોફી જીતી ચુક્યો છે અને આજે પણ તેનો જુસ્સો પહેલા જેવો જ છે. અશ્વિને કહ્યું, હું સમજુ છું કે ફેન્સ પોતાની ટીમને ઘણો પ્રેમ કરે છે પરંતુ ટીકા કરતા સમયે તેની રીત પણ યોગ્ય હોવી જોઇએ. મારા દિલમાં પણ CSK માટે એટલો જ પ્રેમ છે જેટલો તમને છે.
અશ્વિન કહ્યું, "મે CSK સાથે ટ્રોફી જીતી છે, પ્લે ઓફમાં જગ્યા બનાવી છે. જ્યારે આવી ટીમ સંઘર્ષ કરે છે તો મને પણ દુ:ખ થાય છે. આ વખતે મે ખુદને રડતા જોયો છે કારણ કે મને ખબર છે કે અમે તેમાંથી બહાર નીકળી શકીયે છીએ. હું પુરો પ્રયાસ કરીશ કે અમે વાપસી કરીયે.
મહત્ત્વપૂર્ણ છે કે અશ્વિન 10 વર્ષ બાદ ચેન્નાઇ સુપર કિંગ્સની જર્સીમાં પરત ફર્યો છે. ચેન્નાઇ સુપર કિગ્સે તેને 9.75 કરોડ રૂપિયામાં મેગા ઓક્શનમાં ખરીદ્યો હતો. જોકે, વર્તમાન સિઝનમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહતું. અશ્વિને આ સિઝનમાં 9 મેચ રમી છે પરંતુ તે માત્ર 7 વિકેટ જ ઝડપી શક્યો છે.