Home / Sports / Hindi : Discussions with ICC to launch another global T20 league, Saudi Arabia ready to invest one trillion dollars

વધુ એક ગ્લોબલ T20 લીગ શરૂ કરવા ICC સાથે ચર્ચા, સાઉદી અરેબિયા એક લાખ કરોડ ડોલરનું રોકાણ કરવા તૈયાર

વધુ એક ગ્લોબલ T20 લીગ શરૂ કરવા ICC સાથે ચર્ચા, સાઉદી અરેબિયા એક લાખ કરોડ ડોલરનું રોકાણ કરવા તૈયાર

Global T20 League: આઈપીએલની સફળતાને ધ્યાનમાં લેતાં હવે વૈશ્વિક સ્તરે ટી20 લીગ મારફત કમાણી કરવાનો અને ખેલાડીઓને એક્સપોઝર આપવાનો સિલસિલો ચાલુ થયો છે. સાઉદી અરેબિયા 1 લાખ કરોડ ડોલરના સોવરિન વેલ્થ ફંડ મારફત મહત્ત્વાકાંક્ષી ગ્લોબલ T20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નીલ મેક્સવેલના નેતૃત્વ હેઠળ અને એસઆરજે સ્પોર્ટ્સ દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટ ટેનિસની ગ્રાન્ટ સ્લેમ ઈવેન્ટ બાદ હાથ ધરાયો છે. જેમાં આઠ ટીમ લીગ સાથે વૈશ્વિક સ્તરે ટી20 લીગ રમાશે. જેની ફ્રેન્ચાઈઝી જે-તે દેશ કરશે. આ લીગની મેચ ચાર સ્થળોએ યોજાવાની શક્યતા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ICC સાથે ચર્ચા

ઓસ્ટ્રેલિયાના દૈનિક અખબાર ધ એજ મુજબ, ટેનિસથી પ્રેરિત આઠ ટીમોની લીગ આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ ટી20 લીગનું આયોજન કરવા માગે છે. સાઉદી અરેબિયાના SRJ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સે એક લાખ કરોડ ડોલરના મૂડી રોકાણ સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ચર્ચા શરૂ કરી છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સનો મેનેજર અન્યૂ નીલ મેક્સવેલે ગતવર્ષે આ કોન્સેપ્ટ પર પ્લાન તૈયાર કર્યો હતો. તે  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ સભ્ય પણ છેઅહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ઘણા રોકાણકારો લીગને સમર્થન આપવા તૈયાર છે, જેમાં સાઉદી અરેબિયા સૌથી મોટું છે, જે તેના માટે 50 કરોડ ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે.

ટૂર્નામેન્ટનો ઉદ્દેશ વધારાની કમાણી

ટૂર્નામેન્ટનો ઉદ્દેશ વધારાની કમાણી કરવાનો છે, જેનો ઉપયોગ ત્રણ મોટી ટીમો: ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ઉપરાંત અન્ય દેશો માટે ટેસ્ટ ક્રિકેટને ટકાઉ ફોર્મેટ બનાવવા માટે કરવામાં આવશે. જો કે, ગ્લોબલ ટી20 લીગ રમવા માટે આઈસીસી અને નેશનલ ક્રિકેટ બોર્ડની મંજૂરીની જરૂર પડશે. તેમજ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા આઈપીએલ ઉપરાંત ટી20 લીગમાં ભાગ લેવા પર લાગુ ભારતીય ખેલાડીઓ પ્રતિબંધ દૂર કરવો પડશે.

આ સ્પર્ધામાં જે દેશો રમતને અપનાવે છે તેના આધારે નવી ફ્રેન્ચાઈઝીઓ તેમજ નવા બજારો તરીકે સેવા આપી શકે તેવા દેશો અને મોટી ફાઈનલ પણ સાઉદી અરેબિયામાં યોજાઈ શકે છે. લીગને આઈસીસીની મંજૂરીની જરૂર પડશે, જેમાં જય શાહ અધ્યક્ષ છે અને અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ રહી ચૂક્યા છે. તેમની હાજરી BCCIને ભારતીય ખેલાડીઓની સહભાગિતાને મંજૂર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે જે ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિ લીધી નથી તેમના પર IPL સિવાય અન્ય કોઈપણ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે.


Icon