Home / Sports / Hindi : Head of Head record of MI and LSG in IPL

MI vs LSG / લખનૌ પાસેથી હારનો બદલો લેવા તૈયાર છે મુંબઈ, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

MI vs LSG / લખનૌ પાસેથી હારનો બદલો લેવા તૈયાર છે મુંબઈ, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

IPL 2025ની 45મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ રવિવાર, 27 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાશે. અગાઉ જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી, ત્યારે LSG એ MIને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 12 રનથી હરાવ્યું હતું. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા, LSG એ 20 ઓવરમાં 203 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, MIએ સારું પ્રદર્શન કર્યું પણ માત્ર ટીમ 191 રન જ બનાવી શકી. જોકે LSG છેલ્લી વખત જીત્યું હતું, પરંતુ આ વખતે તેના તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને મેચમાં નબળી ટીમ માનવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

LSG એ તેની છેલ્લી ત્રણ મેચમાંથી બે હારી છે અને હવે તે વાપસી કરવા માંગશે. જ્યારે MI શાનદાર ફોર્મમાં છે. તેણે સતત ચાર મેચ જીતી છે અને હવે તે પાંચમી જીતની શોધમાં છે. આ વખતે MI પહેલીવાર LSGને પોતાના હોમ ગ્રાઉન્ડ પર હરાવવાનો પ્રયાસ કરશે. 

હેડ ટૂ હેડ રેકોર્ડ

અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે 7 મેચ રમાઈ છે. આમાંથી, LSG એ 6 મેચ જીતી છે, જ્યારે MI એ ફક્ત એક જ મેચ જીતી છે. ખાસ વાત એ છે કે MI એ 2022 પછી ક્યારેય LSGને હરાવ્યું નથી. LSG એ છેલ્લા સતત ચાર મેચોમાં MI ને હરાવ્યું છે, જેમાં આ સિઝનની શરૂઆતમાં રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઇલેવન

MI: રિયન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, વિગ્નેશ પુથુર.

LSG: મિચેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ બદોની, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અબ્દુલ સમદ.

Related News

Icon