Home / Sports / Hindi : Mumbai Indians beat CSK after 3 years with Rohit Sharma inning

MI vs CSK / રોહિત શર્માની શાનદાર ઈનિંગના કારણે જીત્યું મુંબઈ, ચેન્નાઈને 3 વર્ષ બાદ હરાવ્યું

MI vs CSK / રોહિત શર્માની શાનદાર ઈનિંગના કારણે જીત્યું મુંબઈ, ચેન્નાઈને 3 વર્ષ બાદ હરાવ્યું

IPL 2025ની 38મી મેચ 2 સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં MI એ 3 વર્ષ પછી CSKને હરાવ્યું હતું. રોહિત શર્મા પહેલી ઓવરથી જ ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો હતો. રોહિતે 33 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી જ્યારે સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાના 50 રન પૂર્ણ કર્યા. આ રીતે બંને બેટ્સમેનો પોતાની ટીમને જીત તરફ દોરી ગયા. આ જીત સાથે, MI એ KKRને પાછળ છોડી દીધું છે અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે CSK 4 પોઈન્ટ સાથે છેલ્લા એટલે કે 10મા સ્થાને છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રોહિત શર્મા અને સૂર્યાએ બેટથી કમાલ કરી

પ્રથમ બેટિંગ કરતા CSK એ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. CSKના 176 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે મુંબઈની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને રિયન રિકેલટને મળીને 6 ઓવરમાં 62 રન ફટકાર્યા હતા. રિયન 24 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ સાથે મળીને સદીની પાર્ટનરશિપ કરી અને MIને 9 વિકેટથી શાનદાર જીત અપાવી. રોહિત શર્મા 45 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 76 રનની શાનદાર ઈનિંગ રમી અને અણનમ પાછો ફર્યો. જ્યારે સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે પોતાની તોફાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે બીજી વિકેટ માટે 54 બોલમાં 114 રનની અણનમ પાર્ટનરશિપ થઈ હતી.

MI એ CSKને હરાવીને IPL 2025માં પોતાની ચોથી જીત નોંધાવી અને ટીમ પોઈન્ટ્સ ટેબલમાં એક ઉપર આવી ગઈ. આ સિઝનમાં મુંબઈની આ સતત ત્રીજી જીત છે. આ પહેલા ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) સામે જીત મેળવી હતી. મુંબઈએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાંથી તેણે 4 જીતી છે અને 4 હારનો સામનો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે 23 એપ્રિલે પોતાની આગામી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કરશે. આ મેચ હૈદરાબાદના ઘરઆંગણે રમાશે.

Related News

Icon