
આજે IPL 2025 માં બે મોટી મેચ રમાશે. પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટકરાશે, જ્યારે બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ચાલો તમને રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેની મેચની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીકશન જણાવીએ.
IPL 2025માં અત્યાર સુધીમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે બે મેચ રમી છે. જેમાંથી ચેન્નાઈએ એક મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે CSKની હાર થઈ હતી. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે હજુ સુધી IPL 2025માં જીતનું ખાતું નથી ખોલ્યું. રાજસ્થાનને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ છે. જોકે, રાજસ્થાનની ટીમ આ મેદાન પર પણ નથી જીતી શકી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ જ મેદાન પર રાજસ્થાનને હરાવ્યું હતું.
બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બોલરો માટે મદદરૂપ છે. અહીં બોલ જૂનો થયા પછી અટકે છે. આવી સ્થિતિમાં, આ મેદાન પર મોટો સ્કોર કરવો ખૂબ મુશ્કેલ છે. અહીં ટાર્ગેટ ચેઝ કરવો વધુ સારું માનવામાં આવે છે. પરંતુ, જો ટીમ પ્રથમ બેટિંગ કરીને 175+ રન બનાવે છે તો ટાર્ગેટ ચેઝ કરવો મુશ્કેલ બની શકે છે.
મેચ પ્રિડીકશન
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હાથ ઉપર છે. કારણ કે ચેન્નાઈની ટીમ રાજસ્થાન કરતાં વધુ સંતુલિત લાગે છે. આ સ્ટેડિયમમાં ટાર્ગેટ ચેઝ કરતી ટીમની જીતની શક્યતા વધુ લાગે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
RR: યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (કેપ્ટન), નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, શુભમ દુબે, વાનિંદુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, તુષાર દેશપાંડે અને કુમાર કાર્તિકેય/સંદીપ શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર - સંજુ સેમસન
CSK: રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દીપક હુડા, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ અને મથિશા પથિરાના.
ઈમ્પેક્ટ પ્લેયર - શિવમ દુબે