Home / Sports / Hindi : RCB made this shameful record in IPL

IPLમાં RCBએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, દિલ્હી કેપિટલ્સને પાછળ છોડી પહેલા નંબર પર પહોંચી ટીમ

IPLમાં RCBએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, દિલ્હી કેપિટલ્સને પાછળ છોડી પહેલા નંબર પર પહોંચી ટીમ

ગઈકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) એ રોયલ ચેલેન્જર્સ બેંગલ્રુરુ (RCB) ને 5 વિકેટથી હરાવ્યું હતું. વરસાદને કારણે મેચ લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. વરસાદ બંધ થયા પછી, RCB પહેલા બેટિંગ કરવા આવ્યું અને મેદાન પર તેની એક પછી એક વિકેટો પડવા લાગી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી અને રજત સહિત 7 બેટ્સમેન માત્ર 42 રન બનાવીને આઉટ થયા હતા. ટિમ ડેવિડે અંતમાં વિસ્ફોટક બેટિંગ કરી અને 26 બોલમાં 50 રનની મદદથી ટીમને 95 રનના સ્કોર સુધી પહોંચાડી. જવાબમાં PBKSની ટીમે 12.1 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ રીતે RCB તેના ઘરઆંગણે PBKS સામે હારી ગયું. આ RCBની ઘરઆંગણે સતત ત્રીજી હાર હતી. આ હાર સાથે, RCB એ IPL ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.

IPL 2025માં RCBની ઘરઆંગણે સતત ત્રીજી હાર

RCBએ તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી પર હારની હેટ્રિક લગાવી છે. અત્યાર સુધીમાં IPL 2025માં, 7માંથી 3 મેચ RCB એ ઘરઆંગણે રમી છે, જેમાં તે ત્રણેય મેચ હારી ગઈ છે. અગાઉ, ગુજરાત ટાઈટન્સ (GT)  અને દિલ્હી કેપિટલ્સ (DC) એ તેને અહીં હરાવી હતી. રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ RCB એ અત્યાર સુધી જે 4 મેચ જીતી છે તે બધી જ અવે મેચ છે.

PBKS સામે RCBની હારનું સૌથી મોટું કારણ તેની નબળી બેટિંગ હતી. 7 બેટ્સમેન 9ના આંકડાને પણ સ્પર્શી નહતા શક્યા, જેમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ અને લિયામ લિવિંગસ્ટોનનો સમાવેશ થાય છે. ટિમ ડેવિડ 50 રનની ઈનિંગ ઉપરાંત, રજત પાટીદારે મેચમાં 23 રન બનાવ્યા હતા.

RCB એ IPL ઈતિહાસમાં શરમજનક રેકોર્ડ બનાવ્યો

આ મેચમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે યોગ્ય સાબિત થયો. પહેલી જ ઓવરમાં, અર્શદીપે સોલ્ટને 4 રનમાં આઉટ કર્યો. કોહલી બીજી ઓવરમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો. પાટીદારે મેચમાં ચોક્કસપણે સારી બેટિંગ કરી હતી, પરંતુ ચહલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. PBKS તરફથી અર્શદીપ, યુઝવેન્દ્ર ચહલ, માર્કો યાન્સન અને હરપ્રીત બ્રારે બે-બે વિકેટ લીધી હતી.

જવાબમાં પંજાબે 12.1 ઓવરમાં 96 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. PBKS માટે નેહલ વઢેરાએ 19 બોલમાં 33 રનની ઈનિંગ રમી હતી. હારની સાથે, RCB એ મેચમાં એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સતત ત્રણ મેચ હાર્યા બાદ, RCB IPLમાં તેના ઘરઆંગણે સૌથી વધુ મેચ હારનારી પ્રથમ ટીમ બની. RCB એ તેના હોમ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં 46 મેચ હારી છે, જે IPLના ઈતિહાસમાં એક જ સ્ટેડિયમમાં હારનો સૌથી શરમજનક રેકોર્ડ છે.

આ શરમજનક રેકોર્ડમાં RCB એ DCને પાછળ છોડ્યું છે, જેણે પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં IPLમાં અત્યાર સુધીમાં 45 મેચ હારી છે. આ યાદીમાં KKR (ઈડન ગાર્ડન્સ ખાતે 38 મેચમાં હાર), MI (વાનખેડે ખાતે 34 મેચમાં હાર) અને PBKS (મોહાલી ખાતે 30 મેચમાં હાર) પણ સામેલ છે.

Related News

Icon