Home / Sports / Hindi : Tata IPL 2025 Full Schedule list

IPL 2025નો 22 માર્ચથી પ્રારંભ; KKRVsRCB વચ્ચે પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

IPL 2025નો 22 માર્ચથી પ્રારંભ; KKRVsRCB વચ્ચે પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીત બાદ હવે IPL 2025નો પ્રારંભ થશે. IPL 2025નો 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ દરમિયાન IPLના કાર્યક્રમ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ. IPLની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સમાં રમાશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

25મેએ IPLની ફાઇનલ મેચ રમાશે

IPL 2025નો પ્રારંભ 22 માર્ચથી થશે જે 25 મે સુધી ચાલશે. બે મહિના સુધી IPLનો રોમાંચ જોવા મળશે. IPLની ફાઇનલ મેચ પણ 25 મેએ કોલકાતાના ઇડનગાર્ડનમાં રમાશે.

20 મેએ પ્રથમ ક્વોલિફાયર તેમજ 21 મેએ એલિમિનેટર મેચ હૈદરાબાદમાં રમાશે જ્યારે ક્વોલિફાયર-2 મેચ કોલકાતાના ઇડનગાર્ડનમાં રમાશે.

અમદાવાદમાં IPLની કેટલી મેચ રમાશે

અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમગ્રાઉન્ડ છે. અમદાવાદમાં IPLની 7 મેચ રમાશે. અમદાવાદમાં IPLની પ્રથમ મેચ 25 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.

ગુજરાત ટાઇટન્સ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ, 9 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ, 19 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ, 2 મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ, 14 મેએ લખનૌ સુપરજાયન્ટ્સ અને 18 મેએ ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. 

IPL 2025નો જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Related News

Icon