Home / Sports : IPL champions Kolkata Knight Riders got new captain

IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને મળ્યો નવો કેપ્ટન, આ ધાકડ ખેલાડી સંભાળશે ટીમની કમાન

IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને મળ્યો નવો કેપ્ટન, આ ધાકડ ખેલાડી સંભાળશે ટીમની કમાન

IPL 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ પહેલા દરેક ટીમ પોતાની તૈયારી કરી રહી છે. આ વખતે મેગા ઓક્શનના કારણે ઘણી ટીમો સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અને ઘણી ટીમોના કેપ્ટન પણ બદલવામાં આવ્યા છે. IPL 2025 માટે અત્યાર સુધી 8 ટીમોના કેપ્ટન નક્કી થઈ ગયા હતા. માત્ર બે જ ટીમના કેપ્ટન નક્કી કરવાના બાકી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમાંથી એક ટીમે આજે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. આ ટીમ કોઈ બીજી નહીં પણ IPL 2024ની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. KKRએ આજે સોશિયલ મીડિયા દ્વારા તેના નવા કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેના નામની જાહેરાત કરી છે. સાથે જ ટીમે વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

KKRની ટીમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર સાથે બેઠા જોવા મળે છે. સાથે જ KKRના CEO વેંકી મૈસૂરે કહ્યું, "અમને અજિંક્ય રહાણે જેવો કોઈ ખેલાડી મળ્યો છે તેનો અમને આનંદ છે, જે એક લીડર તરીકે પોતાનો અનુભવ અને પરિપક્વતા લાવે છે. વેંકટેશ લાયર પણ KKR માટે ફ્રેન્ચાઈઝ ખેલાડી રહ્યો છે અને તેમાં નેતૃત્વના ગુણો છે. અમને વિશ્વાસ છે કે જ્યારે અમે ટાઈટલ ડીફેન્ડ કરવાની શરૂઆત કરીશું, ત્યારે તેઓ એક સારું સંયોજન બનાવશે."

કેપ્ટનશિપ મળવા પર રહાણેએ શું કહ્યું?

KKRની કેપ્ટનશિપ મળતા અજિંક્ય રહાણેએ કહ્યું, "IPLમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક, કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. મને લાગે છે કે અમારી પાસે એક શાનદાર અને સંતુલિત ટીમ છે. હું બધા સાથે કામ કરવા અને અમારા ટાઈટલને ડીફેન્ડ કરવાના પડકારનો સામનો કરવા માટે ઉત્સુક છું."

શ્રેયસ અય્યરે જીતાડ્યું હતું IPL 2024નું ટાઈટલ

તમને જણાવી દઈએ કે KKRની ટીમ IPL 2024નું ટાઈટલ જીતી ત્યારે શ્રેયસ અય્યર ટીમનો કેપ્ટન હતો. તેણે ટીમને IPLમાં ત્રીજું ટાઈટલ જીતાડ્યું હતું. આ પહેલા KKRની ટીમ 2012 અને 2014માં ટાઈટલ જીતી હતી. શ્રેયસ અય્યર 2022માં KKR સાથે જોડાયો હતો. તેણે IPLની 3 સિઝનમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. મેગા ઓક્શન પહેલા KKRએ તેને રિટેન નહતો કર્યો. આ પછી નવેમ્બર 2024માં યોજાયેલા મેગા ઓકશનમાં પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડમાં ખરીદ્યો હતો. હવે તે પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે IPL 2025 22 માર્ચથી શરૂ થશે. આ સિઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે થશે.

 

Related News

Icon