Home / Sports : Sanjana Ganesan reprimands her son's trolls

"અમારો પુત્ર મનોરંજનનો વિષય...", Sanjana Ganesan એ દીકરાના ટ્રોલર્સને આપ્યો ઠપકો

"અમારો પુત્ર મનોરંજનનો વિષય...", Sanjana Ganesan એ દીકરાના ટ્રોલર્સને આપ્યો ઠપકો

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશ (Sanjana Ganesan) ને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે તેના પુત્રને ટ્રોલ કરનારાઓને સખત ઠપકો આપ્યો છે. તમને જણાવી દઈએ કે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી રોમાંચક IPL મેચમાં, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ બુમરાહના પુત્ર અંગદની મજાક ઉડાવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પુત્રના ટ્રોલ થવાથી સંજના ગણેશન ગુસ્સે થઈ ગઈ

સંજના ગણેશન (Sanjana Ganesan) એ લોકોને વિનંતી કરી કે તેઓ થોડા સેકન્ડના ફૂટેજના આધારે તેના પુત્ર વિશે ખોટી ધારણાઓ બાંધવાનું બંધ કરે. તેણે ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું, "અમારો દીકરો તમારા મનોરંજનનો વિષય નથી. જસપ્રીત અને હું અંગદને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, કારણ કે ઈન્ટરનેટ એક ખરાબ જગ્યા છે અને હું કેમેરાથી ભરેલા ક્રિકેટ સ્ટેડિયમમાં બાળકને લાવવાના પરિણામોને સંપૂર્ણપણે સમજું છું, પરંતુ કૃપા કરીને સમજો કે હું અને અંગદ ત્યાં જસપ્રીતને સપોર્ટ કરવા ગયા હતા, બીજું કંઈ નહીં."

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગુસ્સો કાઢ્યો

સંજના (Sanjana Ganesan) એ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દોઢ વર્ષના અંગદનું વર્ણન કરવા માટે "ડિપ્રેશન" જેવા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત શબ્દોનો ઉપયોગ કરવા બદલ પણ નિંદા કરી હતી. તેણે કહ્યું, "બાળકના સંદર્ભમાં ટ્રોમા અને ડિપ્રેશન જેવા શબ્દોનો ઉપયોગ આપણે એક સમુદાય તરીકે શું બની રહ્યા છીએ તે વિશે ઘણું બધું કહે છે અને તે ખરેખર દુઃખદ છે. તમે અમારા પુત્ર વિશે, અમારા જીવન વિશે કંઈ નથી જાણતા અને હું વિનંતી કરું છું કે તમે કૃપા કરીને તમારા મંતવ્યો તે મુજબ જ રાખો." 

બુમરાહ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

રવિવારે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે IPLમાં MI માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીને ઈતિહાસ રચ્યો હતો. તેની ચાર વિકેટોએ તેની ટીમને LSGને 54 રનથી હરાવીને સતત પાંચમી જીત નોંધાવવામાં મદદ કરી હતી. 31 વર્ષીય બુમરાહે અત્યાર સુધીમાં ફ્રેન્ચાઈઝી માટે 139 મેચ રમી છે. જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન, જેમણે 2021માં લગ્ન કર્યા હતા, તેમણે માર્ચમાં તેમની ચોથી એનિવર્સરી ઉજવી હતી. સપ્ટેમ્બર 2023માં, તેમના પુત્ર અંગદનો જન્મ થયો હતો. 

Related News

Icon