
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ખેલાડીઓ 40 વર્ષની ઉંમર સુધીમાં નિવૃત્તિ લઈ લે છે, પરંતુ હવે એક એવો ખેલાડી ઉભરી આવ્યો છે જેણે 62 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરીને આ ખેલાડીએ સાબિત કર્યું કે રમવાની કોઈ ઉંમર હોતી નથી.
આ ખેલાડી કોણ છે?
એક અહેવાલ મુજબ, 10 માર્ચે કોસ્ટા રિકા અને ફોકલેન્ડ આઈલેન્ડ વચ્ચે એક T20 મેચ રમાઈ હતી. આ મેચમાં, મેથ્યુ બ્રાઉનલી નામના ખેલાડીએ 62 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ સાથે, મેથ્યુ બ્રાઉનલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ સાથે મેથ્યુએ ઉસ્માન ગોકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
https://twitter.com/kaustats/status/1900552410902511837
મેથ્યુ બ્રાઉનલીએ અત્યાર સુધીમાં ત્રણ T20 મેચ રમી છે, જેમાં તેણે બેટિંગ કરતી વખતે માત્ર 6 રન બનાવ્યા છે. આ સિવાય તેણે એક ઓવર પણ ફેંકી છે. બોલિંગ કરતી વખતે તેને હજુ સુધી કોઈ વિકેટ નથી મળી.
ઉસ્માન ગોકરે 59 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું
2019માં, ઉસ્માન ગોકરે 59 વર્ષની ઉંમરે ઇલ્ફોવ કાઉન્ટીમાં રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કર્યું હતું. ઉસ્માન ગોકરે આ મેચ તુર્કી તરફથી રમી હતી. જો આપણે ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો, રૂસ્તમજી જમશેદજીએ 41 વર્ષની ઉંમરે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જમશેદજી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર હતો.