Home / Sports : World Test Championship 2025 prize money for winner and other teams

WTC Prize Money / ચેમ્પિયન બનતા જ માલામાલ થઈ સાઉથ આફ્રિકાની ટીમ, ઓસ્ટ્રેલિયા અને ભારતને પણ મળ્યા કરોડો રૂપિયા

WTC  Prize Money / ચેમ્પિયન બનતા જ માલામાલ થઈ સાઉથ આફ્રિકાની ટીમ, ઓસ્ટ્રેલિયા અને ભારતને પણ મળ્યા કરોડો રૂપિયા

એડન માર્કરામની કરિશ્માઈ સદીના કારણે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025નું ટાઈટલ જીત્યું. સાઉથ આફ્રિકાને જીતવા માટે 282 રનનો ટાર્ગેટ મળ્યો. ઓસ્ટ્રેલિયન બોલરોએ ઓપનર એડન માર્કરામને આઉટ કરવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. જ્યારે સાઉથ આફ્રિકા વિજયની નજીક પહોંચ્યું ત્યારે એડન માર્કરામ 136 રન બનાવીને આઉટ થઈ ગયો. આના થોડા સમય પછી, સાઉથ આફ્રિકાએ ફાઈનલ જીતીને WTC ટાઈટલ પોતાના નામે કર્યું. ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં, સાઉથ આફ્રિકાની ટીમે તેના માથા પરથી ચોકર્સનો ડાઘ ભૂંસી નાખ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ICC ટાઈટલ જીતવાની સાથે, સાઉથ આફ્રિકાના ખાતામાં મોટી પ્રાઈઝ મની આવી ગઈ છે. સાઉથ આફ્રિકાને ચેમ્પિયન તરીકે 36 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ 31 કરોડ ભારતીય રૂપિયા મળ્યા. જ્યારેઓસ્ટ્રેલિયાને રનર-અપ તરીકે 21.60 લાખ યુએસ ડોલર એટલે કે 18.63 કરોડ રૂપિયા મળ્યા.

ટીમ ઈન્ડિયાને પણ 12 કરોડથી વધુ મળ્યા

WTC 2023-25​​ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમને પણ સારી રકમ મળી છે. ભારતીય ટીમને 14.40 લાખ યુએસ ડોલર એટલે કે 12.42 કરોડ રૂપિયા મળ્યા છે. ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડને 10.35 કરોડ રૂપિયા અને પાંચમા સ્થાને રહેલી ઈંગ્લેન્ડને 8.28 કરોડ રૂપિયા મળ્યા. WTC 2023-25​​માં ભાગ લેનારી બધી ટીમોને કેટલીક રકમ આપવામાં આવી હતી.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પ્રાઈઝ મની (2023-25)

  • વિનર (સાઉથ આફ્રિકા) - 36,00,000 યુએસ ડોલર (31 કરોડ રૂપિયા)
  • રનર-અપ (ઓસ્ટ્રેલિયા) - 21,60,000 યુએસ ડોલર (18.63 કરોડ રૂપિયા)
  • ત્રીજું સ્થાન (ભારત) - 14,40,000 યુએસ ડોલર (12.42 કરોડ રૂપિયા)
  • ચોથું સ્થાન (ન્યુઝીલેન્ડ) - 12,00,000 યુએસ ડોલર (10.35 કરોડ રૂપિયા)
  • પાંચમું સ્થાન (ઈંગ્લેન્ડ) - 9,60,000 યુએસ ડોલર (8.28 કરોડ રૂપિયા)
  • છઠ્ઠું સ્થાન (શ્રીલંકા) - 8,40,000 યુએસ ડોલર (7.24 કરોડ રૂપિયા)
  • સાતમું સ્થાન (બાંગ્લાદેશ) - 7,20,000 યુએસ ડોલર (6.21 કરોડ રૂપિયા)
  • આઠમું સ્થાન (વેસ્ટ ઈન્ડીઝ) - 6,00,000 યુએસ ડોલર (5.17 કરોડ રૂપિયા)
  • નવમું સ્થાન (પાકિસ્તાન) - 4,80,000 યુએસ ડોલર (4.14 કરોડ રૂપિયા)
Related News

Icon