ભારતીય શેરબજારમાં(Indian StockMarket) તેજીનો સિલસિલો યથાવત છે. પાછલા સપ્તાહે જોરદાર ઉછાળા બાદ સોમવારે પણ બંને ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો(Bombay Stock Exchange) 30 શેરોનો સેન્સેક્સ 500 પોઇન્ટના ઉછાળા સાથે 78,903.09ના સ્તરે ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange Nifty)પણ તેજી સાથે 23,949.15ના સ્તરે વેપારની શરૂઆત કરી. પ્રારંભિક વેપાર દરમિયાન બેન્કિંગ અને આઇટી શેરોમાં શાનદાર તેજી જોવા મળી, અને HDFC બેન્કથી લઈને SBI સુધીના શેરો દોડતા જોવા મળ્યા. આ સાથે ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસે પણ તેજીની શરૂઆત કરી.
સેન્સેક્સ મિનિટોમાં 79000 ને પાર કરી ગયો
શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધની સરખામણીમાં ઉછાળા સાથે 78,903.09 પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે 555 પોઈન્ટના વધારા સાથે 79,152.86 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. એ જ રીતે, નિફ્ટી ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 23851 ની સરખામણીમાં 23949.15 પર ખુલ્યો અને ત્યારબાદ સેન્સેક્સની સાથે તેજીમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું. ટૂંકા ગાળાના કારોબાર દરમિયાન નિફ્ટીએ પણ 24,004 ના સ્તરને સ્પર્શ કર્યો.

