સુરતના ડાયમંડ ઉદ્યોગની HVK ડાયમંડ કંપની સામે હવે કાયદેસરની કાર્યવાહીની ઘંટીઓ વાગી રહી છે. કંપનીમાં કાર્યરત રત્નકલાકારોની હડતાળ બાદ મળેલી ફરિયાદોના આધારે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ પર તપાસ કરી અને કેટલીક ગંભીર ખામીઓના આધારે કંપનીને તાત્કાલિક નોટિસ ફટકારી છે. તાજેતરમાં HVK ડાયમંડના અનેક કર્મચારીઓએ ભાવ વધારાની માંગ સાથે હડતાળનું આહવાન કર્યું હતું. હડતાળ દરમ્યાન "ડાયમંડ વર્કર યુનિયન" દ્વારા ફેક્ટરીમાં કાર્યદશાની નબળી સ્થિતિ, કામદારોના હક્કો અને જીવનસાધન સુવિધાઓના અભાવ અંગે શક્ય તેટલી સરકારી એજન્સીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

