
યંગ ઇન્ડિયન્સ (Yi) સુરતે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)ના નેજા હેઠળ ઑરો યુનિવર્સિટી ખાતે યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ (YiP)ના સિટી રાઉન્ડનું આયોજન કર્યું છે. બે દિવસ માટે યોજાયેલા વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ભારતીય સંસદના વિશિષ્ટ પ્રકારના અનુકરણમાં ભાગ લેવા માટે સુરત શહેરની કેટલીક પ્રમુખ શાળાના વિદ્યાર્થી નેતાઓ એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યાં હતાં.
અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
અલ્કેમી સ્કુલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કુલ, અગ્રવાલ વિદ્યાવિહાર અને રાયન ઇન્ટરનેશનલ સ્કુલ જેવી શાળાઓના વિદ્યાર્થીઓ નીતિગત બાબતો પર ચર્ચા કરી રહ્યાં છે, વિધેયક રજૂ કરી રહ્યાં છે તથા ક્લાઇમેટ એક્શનથી માંડીને ડિજિટલ અધિકારો અને શૈક્ષણિક સુધારાઓ સુધીના વિવિધ મુદ્દાઓ પરના સુવ્યવસ્થિત સેશનોમાં ભાગ લઈ રહ્યાં છે.
રીજન રાઉન્ડ બાદ દેશમાં સિલેક્શન
સુરતના અધ્યક્ષ પુનિત સિંઘલએ જણાવ્યું હતું કે, ‘આ પ્લેયફૉર્મ યુવાનોને તેમના મંતવ્યને રજૂ કરવાનો મોકો આપે છે. અમે નેતૃત્ત્વને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેને સક્ષમ પણ બનાવી રહ્યાં છીએ.’સુરત રાઉન્ડના શ્રેષ્ઠ પર્ફોમરો આગામી રીજનલ રાઉન્ડ માટે ક્વૉલિફાઈ થશે અને સમગ્ર દેશમાંથી આવેલા સહભાગીઓની સાથે સ્પર્ધામાં ઉતરશે.