
અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર હવે આ દુનિયામાં નથી. તેનું 12 જૂને યુકેમાં અવસાન થયું હતું. તેનું મૃત્યુ હાર્ટએટેકને કારણે થયું હતું. સંજય કપૂરને પોલો રમવાનો ખૂબ શોખ હતો. તેનું પોલો રમતી વખતે અવસાન થયું. હવે સુજાન ઈન્ડિયન ટાઈર્સ પોલો ટીમે તેને શ્રદ્ધાંજલિ આપી છે.
સંજય કપૂરને શ્રદ્ધાંજલિ
તેણે સંજય કપૂરનો છેલ્લો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે હસતો જોવા મળે છે. ફોટોમાં તતેણે ટીમની જર્સી પહેરેલી છે. આ ફોટોમાં તે તેના મિત્ર સાથે પોઝ આપતો જોવા મળે છે. ફોટો પોસ્ટ કરતી વખતે કેપ્શન લખ્યું, "આજે અમે અમારા પ્રિય મિત્ર સંજય કપૂરની યાદમાં કાર્ટિયર ટ્રોફીની ફાઈનલ મેચ રમી રહ્યા છીએ. જેનું થોડા દિવસ પહેલા મેદાનમાં અવસાન થયું હતું. અમારા કેપ્ટન જેસલ સિંહ ટીમ સાથે, તેમના જૂના મિત્ર સંજયના માનમાં એક મિનિટનું મૌન પાળશે."
આગળ લખ્યું, "સંજય અને જયસલનો આ ફોટો થોડા દિવસો પહેલા, સેમીફાઈનલ રમતા પહેલા લેવામાં આવ્યો હતો. સંજય, તમારી ખૂબ યાદ આવશે."
તમને જણાવી દઈએ કે સંજય કપૂરનું મૃત્યુ ઈંગ્લેન્ડમાં કાર્ટિયર ટ્રોફીના સેમિફાઈનલ પોલો મેચ દરમિયાન થયું હતું. તમને જણાવી દઈએ કે સંજય કપૂર ખૂબ મોટો બિઝનેસમેન હતો. તે સોના કોમસ્ટારનો ચેરમેન હતો.
સંજય કપૂર અભિનેત્રી કરિશ્મા કપૂરનો ભૂતપૂર્વ પતિ હતો. સંજય કપૂર અને કરિશ્માના લગ્ન 2003માં થયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે, પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. સંજય અને કરિશ્માના 2016માં છૂટાછેડા થયા હતા.