Home / Sports / Hindi : Travis Head revealed why did Abhishek Sharma do note celebration

IPL 2025 / Abhishek Sharma એ શા માટે કર્યું Note Celebration? મેચ પછી ટ્રેવિસ હેડે ખોલ્યું રહસ્ય

IPL 2025 / Abhishek Sharma એ શા માટે કર્યું Note Celebration? મેચ પછી ટ્રેવિસ હેડે ખોલ્યું રહસ્ય

Abhishek Sharma Note Celebration: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા (Abhishek Sharma) એ પંજાબ કિંગ્સ (PBKS) સામે પોતાની તોફાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. લેફટી બેટ્સમેને 55 બોલનો સામનો કરીને 141 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગના દમ પર, SRH એ 9 બોલ બાકી રહેતા 246 રનનો મોટો ટાર્ગેટ ચેઝ કરી લીધો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સતત 4 મેચ હાર્યા બાદ, હૈદરાબાદની ટીમ પર ઘણું પ્રેશર હતું, પરંતુ અભિષેક (Abhishek Sharma) એ સદી ફટકારી અને ટીમને ખાતરી આપી કે તેઓ આ મેચ જીતી રહ્યા છે. અભિષેક (Abhishek Sharma) એ મેચમાં સદી પૂરી કરતાની સાથે જ ખિસ્સામાંથી એક નોટ કાઢી અને ખાસ રીતે ઉજવણી કરી. આ પાછળનું રહસ્ય તેના સાથી ટ્રેવિસ હેડે મેચ પછી જાહેર કર્યું હતું.

ટ્રેવિસ હેડે જણાવ્યું કે અભિષેક શર્માએ Note Celebration કેમ કર્યું?

અભિષેક શર્મા (Abhishek Sharma) અને ટ્રેવિસ હેડે પંજાબ કિંગ્સ (PBKS) સામે પ્રથમ વિકેટ માટે 171 રનની પાર્ટનરશિપ કરી હતી, જેના કારણે SRHની ટીમે 246 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. મેચમાં સદી ફટકાર્યા પછી અભિષેકે Note Celebration કેમ કર્યું તેનું રહસ્ય ટ્રેવિસ હેડે ખોલ્યું હતું.

તમને જણાવી દઈએ કે અભિષેક (Abhishek Sharma) એ ખિસ્સામાંથી જે નોટ કાઢી હતી તેના પર લખ્યું હતું, 'આ ઓરેન્જ આર્મી માટે છે' (This one is for Orange Army). આનો અર્થ એ થયો કે તેણે આ સદી SRHના ફેન્સને સમર્પિત કરી હતી. ટ્રેવિસ હેડે બ્રોડકાસ્ટર્સને જણાવ્યું હતું કે સિઝનની શરૂઆતથી જ આ નોટ અભિષેકના ખિસ્સામાં હતી. પરંતુ સારી વાત એ છે કે તેને છઠ્ઠી ગેમમાં તેને બહાર કાઢવાની તક મળી.

SRH એ PBKSને 8 વિકેટે હરાવ્યું

SRH સામે પ્રથમ બેટિંગ કરતા PBKSની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે પ્રથમ વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ કરી. આ પછી, કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની ઈનિંગ સંભાળવાની જવાબદારી લીધી.

અય્યરે મેચમાં 36 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરાએ 27 રનની ઈનિંગ રમી હતી. હૈદરાબાદ માટે હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 42 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

246 રન ચેઝ કરતા SRHની શરૂઆત શાનદાર રહી. ટ્રેવિસ હેડ અને અભિષેક (Abhishek Sharma) વચ્ચે પહેલી વિકેટ માટે 171 રનની પાર્ટનરશિપ થઈ. ટ્રેવિસ 66 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અભિષેક 141 રનની ઈનિંગ રમીને પવેલિયન પાછો ફર્યો હતો. હૈદરાબાદની ટીમે માત્ર 18.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ IPLમાં SRHનો સૌથી સફળ રન ચેઝ હતો.

Related News

Icon