
સુરતમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે જેમાં એક ફેક કોલના કારણે સૂરત પોલીસ અને સૂરત ફાયર વિભાગની ટીમ દોડતી થઇ હતી. સુરત શહેરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 નંબર પર કોલ કરી અનુવ્રત દ્વાર પાસે આવેલ સૂર્યા પેલેસમાં આગ લાગી છે તેવો તેવો મેસેજ આપવામાં આવ્યો હતો.
જેથી તાત્કાલિક ધોરણે મેસેજની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ સુર્યા પેલેસ ખાતે પહોંચી તપાસ કરતા કોઈપણ આગનો બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
ડીસીપીએ જણાવ્યું હતું કે, સુર્યા પેલેસના આજુબાજુના તમામ બિલ્ડીંગોમાં પણ ચેક કરવામાં આવ્યું હતું. ફેક કોલ કરનારની કોલ ડીટેલ સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને પોલીસને ગેરમાર્ગે દોડ્યા હોય તો કોલ ડીટેલ કાઢી ફેક કોલ કરનાર ઈસમ સામે પગલાં લેવામાં આવશે.