
Surat News: સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલે વેસુ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કાર સળગાવવાને મામલે સચુ રામાઅવતાર રાય અને તનિષ સુશાંત જૈન નામના શખ્સની ધરપકડ કરી છે. બંને આરોપી પૂર્વ પ્રેમી મિતેશ જૈનના સાગરીત હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મિતેશ જૈનના કહેવા પર કારમાં આગ લગાવવામાં આવી હતી. મિતેશ જૈન દ્વારા મોડલની અને તેના પરિવારની ચાર કારમાંથી જીપીએસ સિસ્ટમ નીકળી હતી. મિતેશ જૈન અવારનવાર તેમનો પીછો કરતો હતો. વારંવાર તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. મિતેશ જૈન સામે જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.