
Surat News: ગુજરાતભરમાંથી ઠેર ઠેરથી લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. હજુ આજે જ ગીર સોમનાથમાંથી બીલ પાસ કરાવવા માટે સાત હજારની લાંચ લેતા 2 અધિકારી ઝડપાયા હતા. એવામાં સુરતમાંથી ફરી વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ એક લાંચિયા અધિકારી ઝડપાયા છે. બારડોલી ખાતે સિંચાઈ વિભાગ કચેરીમાં એસીબીએ રેડ પાડીને મહિલા અધિકારીને ઝડપી પાડ્યા હતા. કચેરીના સિંચાઈ તલાટી પદ્માબેન ગુમાનભાઈ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે.
અરજદારનો પાણીનો નહીં ભરેલ વેરાનો બોજો ઘટાડવા કામગીરી માટે લાંચ માંગી હતી. 15થી 25 હજાર સુધીની લાંચ માંગી હતી. આખરે મહિલા અધિકારી 20 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.