Home / India : Tahawwur Rana Interrogation Update

Tahawwur Ranaની NIAની ટીમ કરશે પૂછપરછ, આ સવાલ પૂછવામાં આવશે!

Tahawwur Ranaની NIAની ટીમ કરશે પૂછપરછ, આ સવાલ પૂછવામાં આવશે!

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ Tahawwur Ranaને ભારત લાવવામાં આવ્યો છે. Tahawwur Rana પર મુંબઇ હુમલાનો પ્લાન તૈયાર કરવાનો આરોપ છે. ભારત લાવવાની એક લાંબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે Tahawwur Ranaને સજા અપાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. Tahawwur Rana NIAની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. NIAની ટીમ તેની પૂછપરછ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Tahawwur Rana 18 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં

Tahawwur Ranaને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે, તેને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યા બાદ NIAએ પોતાના કબ્જામાં લઇ લીધો હતો. કોર્ટે તહવ્વુરને 18 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. મુંબઇ હુમલા મામલે NIAની ટીમ તહવ્વુર રાણાની પૂછપરછ કરશે.

તપાસ એજન્સી NIA Tahawwur Ranaની કસ્ટડી દરમિયાન દરરોજ પૂછપરછની એક ડાયરી તૈયાર કરશે. અંતિમ તબક્કાની પૂછપરછ બાદ ડિસ્કોલજર સ્ટેટમેન્ટમાં તેને રેકોર્ડ પર લેવામાં આવશે, જે કેસ ડાયરીનો ભાગ હોય છે. BSNમાં જોગવાઇ છે કે દર 48 કલાકમાં આરોપીનું મેડિકલ કરાવવામાં આવે, આ સિવાય NIA કોર્ટના આદેશનું પાલન કરશે. NIA આ વાતનું ખાસ રીતે ધ્યાન રાખશે કે Tahawwur Rana પૂછપરછથી બચવા માટે ખુદને કસ્ટડી દરમિયાન નુકસાન ના પહોંચાડે.

Tahawwur Ranaને ક્યા સવાલ પૂછશે NIAની ટીમ?

Tahawwur Ranaની પૂછપરછ દરમિયાન NIA મુંબઇ હુમલા સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના સવાલ પૂછશે જેમાં 26/11 હુમલામાં તેની ભૂમિકા, 26 નવેમ્બર 2008 દરમિયાન તેનું લોકેશન, ભારતમાં આવવા પાછળનું કારણ અને ભારતની કઇ કઇ જગ્યા પર તે ગયો હતો...જેવા કેટલાક સવાલ સામેલ છે.

Tahawwur Ranaની 26/11 હુમલાને લઇને સવારે 11 વાગ્યે NIAની ટીમ પૂછપરછ કરશે. NIAના SP અને DSP રેન્કના અધિકારી રાણાની પૂછપરછ કરશે. તપાસ એજન્સી NIAના ઇન્ટરોગેશન રૂમમાં CCTV સામે રાણાની પૂછપરછ થઇ શકે છે.

 

Related News

Icon