Home / India : The inside story of bringing Tahawwur Rana to India

અમેરિકન આર્મીનું G550 વિમાન, 11 કલાકનો સિક્રેટ હોલ્ટ...; જાણો Tahawwur Ranaને ભારત લાવવાની ઈનસાઈડ સ્ટોરી

અમેરિકન આર્મીનું G550 વિમાન, 11 કલાકનો સિક્રેટ હોલ્ટ...; જાણો Tahawwur Ranaને ભારત લાવવાની ઈનસાઈડ સ્ટોરી

આતંકવાદી Tahawwur Ranaને ભારત લાવવામાં આવ્યો છે, તેને 18 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે અમેરિકાથી ભારત સુધીની સફર ખૂબ જ રસપ્રદ અને પડકારજનક રહી છે. પ્રત્યાર્પણ પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો એટલું જ નહીં, પરંતુ જ્યારે તેને ભારત લાવવાની વાત આવી ત્યારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાણાને યુએસ આર્મીના G550 વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

૧૧ કલાકનો સિક્રેટ હોલ્ટ

રાણાને ભારત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે 11 કલાકનો સિક્રેટ હોલ્ટ હતો. રાણાના વિમાનને રોમાનિયામાં 11 કલાક માટે રોકી રાખવામાં આવ્યું હતું. હવે આ કેમ થયું, શું તે ટેકનિકલ ખામી હતી કે બીજું કંઈક હતું તેની કોઈ માહિતી બહાર આવી નથી. જે વિમાનમાં રાણાને ભારત લાવવામાં આવ્યો તે એક બિઝનેસ જેટ છે. જેનો ઉપયોગ મોટાભાગે VVIP લોકો કરે છે. આ વખતે ભારતે આ વિમાન ઑસ્ટ્રિયાથી ભાડે લીધું હતું.
 
9 એપ્રિલે સવારે 2:15 વાગ્યે (સ્થાનિક સમય) ફ્લાઇટ મિયામી સિટીથી ઉડાન ભરીને સીધું રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ પહોંચ્યું હતું. અહીં તહવ્વુરના વિમાનને 11 કલાક રોકવામાં આવ્યું હતું. પ્લેન ભારતીય સમય મુજબ રાત્રે 9.30 વાગ્યે રોમાનિયા પહોંચ્યું. ત્યાંથી ફ્લાઇટ ભારત માટે ઉડાન ભરી અને પાલમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.

વિમાનમાં શું ખાસ છે?

આ ગલ્ફસ્ટ્રીમ G550 એરક્રાફ્ટ વિશે વાત કરીએ તો, યુએસ આર્મી તેનો ઉપયોગ C-37B અને EA-37B કંપાસ કોલ તરીકે ઉપયોગ કરતી આવી છે. તેને લાંબા અંતરનું વિમાન માનવામાં આવે છે. તે ઘણી સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. તેમાં એન્હાન્સ્ડ વિઝન સિસ્ટમ (EVS) પણ તૈનાત કરવામાં આવી છે, આ ઉપરાંત ઓટો થ્રોટલ ફીચર પણ છે. ભારત સરકારે રાણાને ભારત લાવવા માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

Related News

Icon