તાપી જિલ્લાના વાલોડના બુટવાડા ગામે વર્ષો જૂના મહુડાના વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત એ ઠરાવ કરી પ્રતિબંધિત મહુડાના વૃક્ષોનો સફાયો કરાયો હતો. વનવિભાગની મંજૂરી વિના ચાર જેટલા વર્ષો જૂના મહુડાના વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં હતાં. વનવિભાગને જાણ થતાં વન વિભાગે કપાયેલા વૃક્ષોના લાકડાઓ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈ રાત્રિ દરમ્યાન સ્થાનિક લોકોનું ટોળું સહકારી આગેવાનને ત્યાં બબાલ કરવા પહોંચ્યું હતું. સહકારી આગેવાન અને સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના માજી ચેરમેન નરેશ પટેલને ત્યાં બબાલ કરવા લોકો પહોંચ્યા હતાં. નરેશ પટેલ દ્વારા સમગ્ર મામલે વનવિભાગને જાણ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ટોળું પહોંચી જતા સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.