Home / Gujarat / Tapi : During the school entrance ceremony, the collector gave examples to a class 8 student, the collector got angry at the teachers who were not able to do it.

Tapi news: શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ધો.8ના વિદ્યાર્થી પાસે કલેકટરે દાખલા ગણાવ્યા, ન આવડતા શિક્ષકો પર કલેકટર બગડયા

Tapi news: શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ધો.8ના વિદ્યાર્થી પાસે કલેકટરે દાખલા ગણાવ્યા, ન આવડતા શિક્ષકો પર કલેકટર બગડયા

Tapi news: તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શાળામાં કાર્યક્રમ કરવામાં આવે છે આ દરમ્યાન શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણીઓ, અધિકારીઓ હાજરી આપતા હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને જરુરી સૂચનો અને પુસ્તકો આપે છે. શાળાઓ શરૂ થતાની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે નિયમિત રીતે વર્ગમાં આવતા થયા છે. પરંતુ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે શિક્ષકોને કલેકટરે ઠપકો આપ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા ખોબા જેવડાં ગામ પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો. આ દરમિયાન તાપી જિલ્લા કલેકટર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે દરમ્યાન ધોરણ-8ના છાત્રોને બાદબાકીના દાખલા પૂછયા પણ છાત્રોને ન આવતા આખરે કલેકટરે શિક્ષકોનો ઉધડો લઈ લીધો હતો. જિલ્લા કલેકટર ડૉ.વિપિન ગર્ગે શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમ્યાન વિદ્યાર્થીઓના ગણિતના દાખલા ન આવડતા શિક્ષકો પર કલેકટર બગડયા હતા. છેલ્લે કલેકટરે શિક્ષકોને ગણિત અને બીજા વિષયોમાં વિદ્યાર્થીઓને પદ્ધતિસર ભણાવવા અને ધ્યાન આપવા ઠપકો આપ્યો હતો. ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગ પણ આવી શાળા તરફ ધ્યાન કેન્દ્રીત કરે એ જરુરી બન્યું હોવાનું જણાવ્યું હતું. 

Related News

Icon