Home / India : Plan ready to take action against Pakistan, PM MODI will hold 4 important meetings

પાકિસ્તાન વિરુદ્ધ પગલાં લેવા પ્લાન તૈયાર, PM MODI એક બાદ એક 4 મહત્ત્વની બેઠકો યોજશે

પાકિસ્તાન વિરુદ્ધ પગલાં લેવા પ્લાન તૈયાર, PM MODI એક બાદ એક 4 મહત્ત્વની બેઠકો યોજશે

Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાર મહત્ત્વની બેઠકો યોજાશે. આ બેઠકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. જેની બ્લૂપ્રિન્ટ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે.

કોણ ભાગ લેશે

CCS બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ- રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ)ની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડૂ સહિતના અન્ય સભ્ય સામેલ થશે.

CCPA બાદ PM મોદી ઈકોનોમિક અફેર્સ કમિટીની પણ બેઠકમાં પણ સામેલ થશે અને અંતે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે.

પહલગામ હુમલા બાદ બીજી વખત CCSની બેઠક

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારની આ બીજી CCS બેઠક યોજાવવા જઈ રહી છે. જેમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર સુરક્ષા એજન્સીઓ પાસેથી વિગતવાર અને વિસ્તૃત માહિતી લઈ રહી છે. રાજકીય બાબતો પર પણ ચર્ચાવિચારણા થશે. તેમજ સિંધુ જળ સંધિ પર રોક મામલે કેવી રીતે આગળ વધવું તેના પણ નિર્ણયો લેવાશે.

ગઈકાલે પણ યોજાઈ હતી મિટિંગ

ગઈકાલે સોમવારે પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તે પહેલાં તેમણે આર્મી ચીફ સાથે મુલાકાત કરી કામગીરીની માહિતી મેળવી હતી. બેઠક સાથે સંબંધિત તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. આ આતંકી હુમલાની તપાસ NIA કરી રહી છે. તપાસ ટીમે અત્યારસુધી 25 લોકોના નિવેદનો લીધા છે. જેમાં પીડિત અને પ્રત્યક્ષદર્શી સમાવિષ્ટ છે. બૈસરન ખીણમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને દરવાજા પર આતંકવાદીઓ હોવાથી લોકો ભાગી શક્યા ન હોવાનો ખુલાસો થયો છે. પહેલગામમાં કુલ ત્રણ આતંકવાદીઓએ નરસંહાર કર્યો હતો. જ્યારે એક આતંકવાદી એક્ઝિટ ગેટ પર હતો.

Related News

Icon