
ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના કેપ્ટન વિઆન મુલ્ડરને વેસ્ટ ઈન્ડીઝના મહાન બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક મળી હતી, પરંતુ તેણે ઈનિંગ ડિક્લેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે મુલ્ડરે સાઉથ આફ્રિકાની પહેલી ઈનિંગ ડિક્લેર કરી ત્યારે તે 367 રન બનાવીને રમી રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ 6 વિકેટે 626 રન બનાવીને પહેલી ઈનિંગ ડિક્લેર કરી. બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, મુલ્ડરે ખુલાસો કર્યો કે તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં 400 રન બનાવવાનો બ્રાયન લારાનો રેકોર્ડ કેમ ન તોડ્યો?
મુલ્ડરે કારણ જણાવ્યું
ઝિમ્બાબ્વે સામે બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, મુલ્ડરે બ્રાયન લારાના રેકોર્ડ વિશે મોટો ખુલાસો કર્યો. તેણે કહ્યું, "સૌ પ્રથમ તો મને લાગ્યું કે અમારી પાસે પૂરતા રન છે અને અમારે બોલિંગ કરવી જોઈએ. બીજું, બ્રાયન લારા એક મહાન ખેલાડી છે. તે સ્તરના ખેલાડી માટે આ રેકોર્ડ જાળવી રાખવો યોગ્ય છે. જો મને ફરીથી આ કરવાની તક મળશે, તો હું આવું જ કરીશ. મેં શુકરી કોનરાડ સાથે વાત કરી અને તેમને પણ એવું જ લાગ્યું. બ્રાયન લારા એક લેજન્ડ છે અને તે આ રેકોર્ડ જાળવી રાખવાને લાયક છે."
https://twitter.com/Werries_/status/1942246749680337177
બ્રાયન લારાએ 2004માં ઈંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા. અત્યાર સુધી કોઈ તેનો રેકોર્ડ નથી તોડી શક્યું. બ્રાયન લારાનો રેકોર્ડ ન તોડી શકવા છતાં, મુલ્ડરે ઈતિહાસ રચ્યો છે.
મુલ્ડરે બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી
સાઉથ આફ્રિકાના કેપ્ટને ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી છે. મુલ્ડરે 297 બોલમાં ત્રેવડી સદી પૂરી કરી હતી. મુલ્ડરે 334 બોલમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 367 રનની અણનમ ઈનિંગ રમી હતી. સાઉથ આફ્રિકાએ 5 વિકેટે 626 રનના સ્કોર પર પોતાની પહેલી ઈનિંગ ડિકલેર કરી હતી.
ઝિમ્બાબ્વેને ફોલોઓન મળ્યું
સાઉથ આફ્રિકાના 5 વિકેટે 626 રનના જવાબમાં, ઝિમ્બાબ્વેની પહેલી ઈનિંગ ફક્ત 170 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે, સાઉથ આફ્રિકાએ 456 રનની મોટી લીડ મેળવી. દક્ષિણ આફ્રિકા માટે પ્રેનેલન સુબ્રાયને સૌથી વધુ ચાર વિકેટ લીધી. આ પછી, મુલાકાતી ટીમે ઝિમ્બાબ્વેને ફોલોઓન આપ્યું હતું. બીજા દિવસની રમતના અંત સુધી ઝિમ્બાબ્વેએ બીજી ઈનિંગમાં એક વિકેટે 51 રન બનાવ્યા. તેઓ હજુ પણ 405 રન પાછળ છે.