અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં 4થી 6 જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરની તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10 બાળકો સહિત 41 જણ ગુમ છે. વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ કાઉન્ટી, હેય્સ કાઉન્ટી, બ્લેન્કો કાઉન્ટી, ગિલેસ્પી કાઉન્ટી, કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પર પૂરની તારાજીનો ભોગ બન્યા છે.

