
Banaskantha News: બનાસકાંઠામાંથી એક મોટા સમચાર સામે આવી રહ્યા છે જેમાં એક કોંગ્રેસ આગેવાનની અટકાયત થઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. NDPS એક્ટના ગુના હેઠળ કોંગ્રેસના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂત સંગઠનોમાં ઠાકરશી રબારીનું મોટું નામ હોવાથી રબારી સમાજ સહિત ચારે બાજુ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજસ્થાન પોલીસે 3 કિલો અફીણના કેસમાં કરી અટકાયત
મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાન પિંડવાડા પોલીસે 3 કિલો અફીણના કેસમાં કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરી છે. અફીણનો રસ ઠાકરશી માટે લઈ જવાની કબૂલાત કરતા આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની રબારી સમાજની હોસ્ટેલમાંથી ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરશી રબારીને સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત ગણાય છે. તેમજ ઠાકરશી રબારી કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન પણ છે.