Home / Gujarat / Ahmedabad : Fake TT seized at Kalupur railway station

Ahmedabad News: કાલુપુર રેલવે સ્ટેશને નકલી ટીટી ઝડપાયો, લોકો પાસે પડાવતો હતો પૈસા

Ahmedabad News: કાલુપુર રેલવે સ્ટેશને નકલી ટીટી ઝડપાયો, લોકો પાસે પડાવતો હતો પૈસા

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર RPFએ નકલી ટીટી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર શિવ શંકર જેસવાલની ધરપકડ કરી છે. આરોપી  મૂળ વારાણસીનો વતની છે. ટિકિટ ચેકિંગના બહાને મજૂરો અને ઓછું ભણેલા લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા વસૂલતો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 રાજ્યમાં સમયાંતરે નક્લી લોકો પકડાતા રહે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો છે. નકલી ટીટી કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી છે. RPFએ આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેથી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે. પોલીસે લોકોને અજાણ્યા ટીટી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

પોલીસે અપીલ કરી છે કે, જો તમને કોઈ ટીટી કે ટિકિટ નકલી લાગે, તો તરત જ રેલવે પોલીસ અથવા રેલવે અધિકારીઓને જાણ કરો. તમે ટ્રેનમાં હાજર ટીટી અથવા ગાર્ડને પણ જાણ કરી શકો છો. જો શક્ય હોય તો, શંકાસ્પદ ટીટીનો ફોટો લો. તમે રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર ફોન કરીને અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.

Related News

Icon