હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એમ ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ખાસ કરીને પર્વતો પાસેનું દ્રશ્ય વરસાદી માહોલમાં નયનરમ્ય લાગે છે. ત્યારે આવો જ એક દ્રશ્ય તારંગાની પર્વતમાળાઓ પર જોવાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો પરનું વાતાવરણ પણ આહ્લાદાયક હોય છે.
મહેસાણા જિલ્લાની તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઊઠી છે. તારંગાના પર્વતો અરવલ્લીની ગીરી માળા તરીકે ઓળખાય છે. સતલાસણા તાલુકામાં આ ડુંગરો આવેલા છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણમાં લોકો અહી આનંદ લેવા ઉમટે છે. કુદરતની આ પ્રકૃતિને માણવી એ એક લ્હાવો છે.
વહેલી સવારે લોકો આ ડુંગર પર ટ્રેકિંગ માટે પણ આવે છે. તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે.