VIDEO: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ બાદ ઠેર-ઠેર હાલાકી પડી રહી છે. આ દરમ્યાન સચિન વિસ્તારમાં આવેલા લક્ષ્મી વિલા ગેટ નં-2 પાસે એક પૂરપાટ જતી ટ્રકના ટાયર ગટરમાં ફસાઈ જતા ટ્રક પલટી ગઈ હતી.
લોડેડ ટ્રક રોડ પર ફસાઈ જતા ફોર વ્હીલર અને ટુ વ્હીલર આ ટ્રકની ઝપટે ચઢયા હતા. જેથી આને હટાવવા ઘણી જહેમત કરવામાં આવી હતી. રસ્તામાં મોટી ટ્રક પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. રોડ પર ટ્રક પલતી ખાઈ જતા દૂર-દૂર સુધી વાહનોનો કાફલો ખડકાયો હતો.