Home / Lifestyle / Travel : Offbeat places to explore in Himachal Pradesh

Travel Tips / ઉનાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો એક્સપ્લોર કરો Himachalની આ 5 Offbeat Destination

Travel Tips / ઉનાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો એક્સપ્લોર કરો Himachalની આ 5 Offbeat Destination

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકો હિમાચલ (Himachal) કે ઉત્તરાખંડ (Uttarakhand) ફરવા જવાનો પ્લાન બનાવે છે. આના કારણે, કેટલાક પ્રખ્યાત સ્થળો પર ખૂબ જ ભીડ થઈ જાય છે અને પ્રવાસનો સંપૂર્ણ આનંદ માણવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, જો તમે હિમાચલ (Himachal) જવા માંગતા હોવ, તો કેટલાક ઓફબીટ સ્થળો (Offbeat Destination) એ જવાનું વધુ ફાયદાકારક બની શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હિમાચલ પ્રદેશ તેના સુંદર પર્યટન સ્થળો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. શિમલા, મનાલી અને ધર્મશાલા જેવા સ્થળો દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ જો તમે ભીડથી દૂર શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ શોધી રહ્યા છો, તો હિમાચલમાં ઘણા બધા ઓફબીટ સ્થળો (Offbeat Destination) છે. અહીં અમે તમને ઉનાળામાં ફરવા માટે હિમાચલ પ્રદેશના 5 ખાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ.

હિમાચલ પ્રદેશની 5 ઓફબીટ ડેસ્ટિનેશન

તોષ

તોષ એ કુલ્લુ ખીણનું એક નાનું ગામ છે, જે પાર્વતી ખીણમાં કાસોલથી આગળ આવેલું છે. આ સ્થળ હિપ્પી સંસ્કૃતિ અને ટ્રેકિંગના શોખીનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તોષમાં, તમે ધોધ, સફરજનના બગીચા અને હિમાલયના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકો છો. અહીંનું શાંત વાતાવરણ અને સ્થાનિક હિમાચલી સંસ્કૃતિ તમને એક અલગ જ અનુભવ આપશે.

જલોરી પાસ

સમુદ્ર સપાટીથી 10,800 ફૂટની ઊંચાઈ પર સ્થિત, જલોરી પાસ કુલ્લુ અને શિમલા વચ્ચેનો એક સુંદર પાસ છે. વળાંકવાળા રસ્તાઓ અને આસપાસના ગાઢ જંગલો ટ્રેકિંગ માટે આદર્શ છે. તમે જલોરી પાસથી સરોલ્સર તળાવ સુધી ટ્રેકિંગ પણ કરી શકો છો, જે તમારા માટે ખૂબ જ સુંદર અનુભવ હોઈ શકે છે.

ચિત્કુલ

કિન્નૌર જિલ્લામાં આવેલું ચિત્કુલ ભારતનું છેલ્લુંગામ છે, જ્યાંથી તિબેટની સરહદ શરૂ થાય છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો, પરંપરાગત લાકડાના ઘરો અને શાંત નદીનો નજારો મનને શાંતિ આપે છે. ચિત્કુલમાં મોબાઇલ નેટવર્ક યોગ્ય રીતે નથી મળતું, તેથી તમે ફોન સાઈડમાં રાખીને પ્રકૃતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.

બરોટ

મંડી જિલ્લામાં સ્થિત, બરોટ ઉજલાન નદીના કિનારે આવેલું એક હિડન જેમ છે. આ સ્થળ ફિશિંગ અને ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. તમે બારોટમાં નૌલધાર ટ્રેક પણ કરી શકો છો, જ્યાં તમને ઘણા અદ્ભુત દૃશ્યો જોવા મળશે. અહીંનું શાંત વાતાવરણ અને હરિયાળી તમને તણાવથી દૂર લઈ જશે.

મલાણા

મલાણા કુલ્લુ ખીણમાં સ્થિત એક પ્રાચીન અને રહસ્યમય ગામ છે, જે તેના વિશિષ્ટ કાયદા અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીંના લોકો દેવ જામલુના કાયદાઓનું પાલન કરે છે અને આજે પણ આ ગામના લોકોએ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખી છે. અહીંનું કુદરતી સૌંદર્ય પણ આકર્ષક છે.

Related News

Icon