દક્ષિણ ન્યુ મેક્સિકોના પર્વતીય ગામ રુઈડોસોમાં મંગળવાર, 8 જુલાઈ 2025ના રોજ કુદરતે એવો વિનાશ વેર્યો કે પૂરમાં બધું જ તણાય ગયું હતું. સતત ભારે વરસાદને કારણે ભયંકર પૂર (મેક્સિકો ફ્લેશ ફ્લડ્સ) આવ્યું હતું, જેણે આંખના પલકારામાં એક આખું ઘર વહાવી દીધું હતું. આ ભયાનક દૃશ્યનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે.
ન્યૂ મેક્સિકો હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના ડેનિયલ સિલ્વાએ જણાવ્યું હતું કે રુઈડોસો વિસ્તારમાં ઇમરજન્સી ટીમોએ 85 થી વધુ લોકોને ઝડપથી વહેતા પાણીમાંથી બચાવ્યા હતાં, જેમાંથી ઘણા તેમના વાહનો અને ઘરોમાં ફસાયેલા હતા.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પૂરના પાણી એક આખા ઘરને વહાવી ગયા હતા. આ ભયાનક દૃશ્ય લોકોના હૃદયમાં ગભરાટ પેદા કરી રહ્યું છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા પીપલ મેગેઝિને લખ્યું કે, મંગળવારે ન્યુ મેક્સિકોના એક ગામમાં અચાનક પૂર આવ્યું હતું, જેના પછી કટોકટી જાહેર કરવી પડી હતી.
આ ભયાનક ફૂટેજ અંગે સોશિયલ મીડિયા પર નેટીઝન્સ તરફથી પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો છે. લોકોએ પીડિતો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને બચાવ ટીમના કાર્યની પણ પ્રશંસા કરી.