Home / Trending : This BJP minister distributed blankets in the scorching heat

ભાજપના આ મંત્રીએ તો ભારે કરી, કાળઝાળ ગરમીમાં ધાબળાનું કર્યું વિતરણ 

ભાજપના આ મંત્રીએ તો ભારે કરી, કાળઝાળ ગરમીમાં ધાબળાનું કર્યું વિતરણ 

બિહારમાંથી અવારનવાર વિચિત્ર અને આશ્ચર્યજનક સમાચાર આવે છે. બેગુસરાયથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અહીં ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં રાજ્યના રમત ગમત મંત્રીએ 500 લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે શિયાળાના દિવસોમાં કેટલીક ખાનગી સંસ્થા, એનજીઓ અથવા રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકો જરૂરિયાતમંદોમાં જરૂરી સામાનનું વિતરણ કરે છે. ઘણી વખત આવા સમાચાર પણ આવે છે જેમાં સ્પષ્ટ થાય છે કે કોઈ મંત્રી કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિએ જરૂરિયાતમંદોમાં જરૂરી સામાન વહેંચી દીધો છે. આવા જ એક સમાચાર રાજ્યના બેગુસરાય જિલ્લાના છે જે હવે હેડલાઈન્સ બન્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે બેગુસરાય જિલ્લાના મંસૂરચક બ્લોકના અહિયાપુરમાં 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો હતો. આ પ્રસંગે બિહાર સરકારના રમતગમત વિભાગના મંત્રી સુરેન્દ્ર કુમાર હાજર હતા. આ અવસર પર તેણે પોતાની પાર્ટીના ખૂબ વખાણ કર્યા. રમતગમત મંત્રીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની આત્મા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માત્ર બિહારમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે ફેલાયેલું છે. આ પ્રસંગે તેણે પોતાની પાર્ટી વિશે ઘણું બધું કહ્યું અને બિહારની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીના મહત્વ વિશે પણ વાત કરી.

500 લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

સમગ્ર કાર્યક્રમનું સૌથી રસપ્રદ પાસું એ હતું કે રમતગમત મંત્રી સુરેન્દ્ર મહેતાએ આ સખત ગરમીમાં 500થી વધુ લોકોને પોતાના હાથે ધાબળાનું વિતરણ કર્યું હતું. હવે ધાબળાનું આ વિતરણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

40 ડિગ્રીથી ઉપરનું તાપમાન

અહીં બિહારમાં આકરી ગરમી પડી રહી છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સામાન્ય તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે છે. ઘણી જગ્યાએ તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ વટાવી ગયો છે. આવા સંજોગોમાં રાજ્યના રમતગમત વિભાગના મંત્રી દ્વારા આ કાળઝાળ ગરમીમાં ધાબળા વિતરણના સમાચાર સર્વત્ર ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો આ સમાચારનો આનંદ માણી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં ભાજપ મંડળ પ્રમુખ ઉપરાંત મંડળના મહામંત્રી, સરપંચ અને અન્ય ઘણા લોકો પણ હાજર હતા.

 

Related News

Icon