નેપાળનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક મહિલાને ઝડપથી દોડતી ફોર વ્હીલરનો દરવાજો અચાનક ખુલી જતાં રોડ પર પડતી જોઈ શકાય છે. આ ફૂટેજથી ઇન્ટરનેટ પર ડ્રાઇવરની બેદરકારી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં મહિલા સ્કોર્પિયોના દરવાજા પાસે બેઠેલી જોવા મળે છે. પણ કદાચ કારનો દરવાજો બરાબર બંધ નહોતો થયો, અને જેમ જેમ SUV ડુંગરાળ રસ્તા પરથી વળે છે, તેમ તેમ કારનો દરવાજો અચાનક ખુલી જાય છે, અને મહિલા સીધી રસ્તા પર પડી જાય છે. આ અકસ્માતમાં મહિલાનો માંડ માંડ બચાવ થયો. તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.