
Sabarkantha News: સાબરકાંઠાના ઈડરમાં 30 વર્ષીય યુવકની સામાન્ય બાબતે બોલાચાલી બાદ પાલક પિતાએ જ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. રાત્રિના સમયે પિતા પુત્ર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં ઉશ્કેરાયેલા પિતાએ જ પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. ઇડરના કૃષ્ણનગર પાટિયા નજીક વિસ્તારમાં આ ઘટના બનતાં લોકોમાં પણ ફફડાટનો માહોલ છે.
ઝુપડપટ્ટીમાં રહી મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા 30 વર્ષીય યુવાનની પાલક પિતાએ જ હત્યા કરતાં સનસની મચી છે. મૃતક યુવાન વાદી સમાજનો અને છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ કરતો હતો. ઇડર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે યુવકના મૃતદેહને પીએમ રિપોર્ટ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. આ ઘટનાની તપાસ માટે એફ.એસ.એલ સહિતની ટીમોની મદદ લેવામાં આવશે.