
Sabarkantha news: રાજ્ય સરકાર સહિત ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડરના શ્રીનગર વિસ્તારમાં રહેતાં ધીરેન પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસને પગલે પોતાનું ઘર છોડી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ સહિત માનસિક હેરેસમેન્ટ જેવી વેદના ઠાલવતી ચિઠ્ઠી ધરે છોડી ત્રણ દિવસથી ધરેથી કહ્યા વિના નીકળી ગયો છે. ધીરેન પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસને લઈ ધર છોડતા સમયે મૂકીને ગયેલા ચિઠ્ઠીમાં પરિવારે શોધવાનો પ્રયાસ ન કરવો સહિત વ્યાજખોરોએ વાહનો પડાવી લીધા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે.. પરિવારે ઈડર પોલીસ મથકે ચિઠ્ઠી સહિત લેખિત અરજી આપી વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે...
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પરિવાર વ્યાજખોરોના ત્રાસને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યો છે. તાજેતરમાં વડાલીમાં વ્યાજખોરોના ત્રાસને પગલે એક જ પરિવારનાં પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપધાત કરતા પાંચ સભ્યોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતાં. ત્યારે ઈડરના શ્રીનગર વિસ્તારમાં રહેતા ધીરેન પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસને લઈ ત્રણ દિવસથી ધરેથી કહ્યા વિના નીકળી ગયો છે. ધીરેન પંડ્યા નામના યુવાને ઈડરના અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી નાણાં વ્યાજે લીધા હતા બાદમાં ધીરેને મૂડી કરતાં બેથી ત્રણ ગણા પૈસા વ્યાજના રૂપે વ્યાજખોરોને પરત આપી ચૂક્યો છે, જોકે વ્યાજખોરોએ ધીરેન પાસેથી 10થી15 % જેટલું વ્યાજ વસૂલ કર્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે.
એકતરફ ગૃહવિભાગ તેમજ પોલીસ તંત્ર વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની વાતો કરી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન 10થી15% ટકાથી પણ વધારે ટકે પૈસા વ્યાજે આપનાર શખ્સો દ્વારા નાણાં વ્યાજે લેનાર લોકોને હેરાનગતિ સહિત માનસિક હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યા છે. યુવાન પાસેથી છોટાહાથી ગાડી, એક્ટિવા બાઇક, સોના ચાંદી દાગીના સહિત મૂડી કરતાં વધુ વ્યાજની રકમ વ્યાજખોરો ધાકધમકી આપી વસૂલાત કરી ચૂક્યા છે સાથેસાથે વાહનો પણ વ્યાજખોરોએ કબ્જે લઈ યુવાન પાસે વધુ પઠાણી ઉઘરાણી કરતા હોવાનો પણ પરિવારે દાવો કર્યો છે. પરિવારે ઈડર પોલીસ મથકે યુવાન વ્યાજખોરોના ત્રાસને પગલે કહ્યા વિના નીકળી ગયો હોવાની સાથે યુવાને વ્યાજખોરના ત્રાસને વેદના ઠાલવતી લખેલી ચિઠ્ઠી સાથે લેખિત અરજી કરી કડક કાર્યવાહી ની માંગ કરી છે.
છેલ્લા એકથી દોઢ મહિનામાં જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસને પગલે નવ લોકોએ ઝેરી દવા સહિતના આપધાત કરી જીવન ટૂંકાવ્યું છે જોકે સ્થાનિક સહિત જિલ્લા પોલીસ તંત્ર આજે પણ વ્યાજખોરો સામે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. ઈડરના યુવાને વ્યાજખોરોના ત્રાસને પગલે પોતાની વેદનાના વર્ણન સાથેની ચિઠ્ઠી લખીને ધર છોડયુ છે જોકે પરિવારે ઈડર પોલીસ મથકે કરેલી લેખિત અરજી બાદ પઠાણી ઉઘરાણી કરનારા વ્યાજખોરો સામે કેવી અને ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું બની રહે છે.
યુવાને ચિઠ્ઠીમાં ક્યાં વ્યાજખોરોના નામ લખ્યા.
૧) ભાવિક ઈશ્વર ચૌહાણ પાસે 2 લાખ 30 હજારમાં છોટા-હાથી ગાડી ગીરવે મૂકી.
૨) ધ્રુવિત પટેલ, નવદીપ ફાયનાન્સ 15750 સામે એક્ટિવા અને બાઇક પડાવી લીધી.
૩) વિશાલ પાસે 1 લાખ રૂપિયા
૪) જયદીપસિંહ પાસે 87 હજાર રૂપિયા