Home / World : No Question Plz: It won't be easy to question Trump

No Question Plz: ટ્રમ્પને સવાલ કરવા સરળ નહીં હોય, વ્હાઇટ હાઉસે Press-Media પર લાદ્યા આકરા નિયમો

No Question Plz: ટ્રમ્પને સવાલ કરવા સરળ નહીં હોય, વ્હાઇટ હાઉસે Press-Media પર લાદ્યા આકરા નિયમો

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની પોલિસીમાં બદલાવ કર્યો છે. રોયટર્સ, બ્લૂમબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી જાણીતી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓને વ્હાઈટ હાઉસના પ્રેસ પુલમાંથી બહાર કાઢી દીધા છે, અને તેઓને હવે પ્રેસ પુલમાં કાયમી સ્થાન મળશે નહી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વ્હાઈટ હાઉસનું પ્રેસ પુલએ લગભગ 10 મીડિયા સંસ્થાઓનો સમુહ

વ્હાઈટ હાઉસનું પ્રેસ પુલએ લગભગ 10 મીડિયા સંસ્થાઓનો એક એવો સમુહ હોય છે.જેમાં પત્રકાર અને ફોટોગ્રાફર સામેલ હોય છે..જેઓ રાષ્ટ્રપતિની દરેક નાની મોટી ગતિવિધિઓ કવર કરતા હોય છે.

રાષ્ટ્રપતિના કવરેજ માટે આ પ્રેસ પુલ પર જ આધારિત 

]અન્ય મીડિયા સંસ્થાના રાષ્ટ્રપતિના કવરેજ માટે આ પ્રેસ પુલ પર જ આધારિત હોય છે.વ્હાઈટ હાઉસની નવી નીતિ હેઠળ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હવે નક્કી કરશે કે કયો પત્રકાર અથવા મીડિયા સંગઠન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્નો પૂછી શકે છે.આ નીતિ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ, પ્રેસ બ્રીફિંગ રૂમ અને રાષ્ટ્રપતિના ખાસ વિમાન 'એરફોર્સ વન'માં પણ લાગુ પડશે. 

નિર્ણય પર મીડિયાનો રોષ

આ નિર્ણય અંગે મીડિયા જગતમાં ઘણો ગુસ્સો છે. એસોસિએટેડ પ્રેસ અને અન્ય મુખ્ય સમાચાર એજન્સીઓ માને છે કે આ નીતિ પત્રકારત્વની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર પર પ્રેસની સ્વતંત્રતામાં દખલ કરવાનો આરોપ લાગ્યો હોય. અગાઉના એક કેસમાં, કોર્ટે ઠરાવ્યું હતું કે વ્હાઇટ હાઉસે 'મેક્સિકોના અખાત'નું નામ બદલવાનો ઇનકાર કરવાને કારણે એપી પર પ્રતિબંધ મૂકીને એપીની અભિવ્યક્તિ સ્વતંત્રતાનું ઉલ્લંઘન કર્યું હતું.

Related News

Icon