UPI Down in India: દેશમાં UPIની સેવા અનેક જગ્યાઓ પર ઠપ થઈ ગઈ છે, જેનાથી લોકોને ડિજિટલ ચૂકવણીમાં મુશ્કેલી થઈ રહી છે. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે, તેમનું UPI પેમેન્ટ ફેલ થઈ રહ્યું છે અથવા ખુબ વાર લાગી રહી છે. કેટલાકી બેંકોના ગ્રાહકોને UPI દ્વારા પૈસા મોકલવા અને મંગાવવામાં મુશ્કેલી થઈ રહી છે. યુઝર્સ UPI લેવડ-દેવડથી જોડાયેલી સમસ્યાને લઈને પોતાની ફરિયાદ અને નારાજગી ઈન્ટરનેટ પર વ્યક્ત કરી રહ્યા છે.

