
Vadodara News: કહેવાતા વિકસિત ગુજરાતમાં છેવાડાના ગામડાંઓ તો દુર શહેરીજનો આજે પણ પાયાની સુવિધા માટે ઝંખી રહ્યા છે. એવામાં વડોદરામાં દુષિત પાણીનો મામલો સામે આવ્યો છે. વડોદરાના સયાજીગંજ ભીમનાથ બ્રીજ વિસ્તારમાં દુષિત પાણીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિકો માટલા ફોડી શુદ્ધ પાણીની માંગ કરી રહ્યા છે.
પાલિકા તંત્રના પાપે શુદ્ધ પાણીની સાથે દુષિત પાણી આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દુષિત પાણી પીવાથી સ્થાનિકોમાં બીમારી વધી રહી છે. સ્થાનિકોએ વારંવાર પાલિકામાં રજુઆત કરી છે. છતાં તંત્ર દ્વારા કોઈજ પગલાં નહી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
સ્થાનિકોએ માટલા ફોડી શુદ્ધ પાણીની પોકાર કરી છે. સ્થિતિ બે દિવસમાં નહીં બદલાય તો પાલિકાના સબંધિત અધિકારીને આ દુષિત પાણી પીવડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઘણા સમયથી વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું હોવાથી પાલિકાની જાડી ચામડીના સત્તાધિશો જાગે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.